ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રોનું આજે લોકાર્પણ
ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ઊભા કરવામાં આવેલા વેચાણ કેન્દ્રોનું તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્
Ai ફોટો


ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ઊભા કરવામાં આવેલા વેચાણ કેન્દ્રોનું તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા સ્થાનિક પદાધિકારીઓની હાજરીમાં સવારે 11થી 12:30 કલાક દરમિયાન કાર્યક્રમ યોજાશે.

ભાવનગર શહેરમાં ત્રણ વેચાણ કેન્દ્રો શરૂ થશે. અમૃતબજાર, રિલાયન્સ મોલ સામે જોગર્સ પાર્ક પાસે જવાહર મેદાન ખાતે, એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે વિજયરાજનગર સામે તથા ડી-માર્ટના દરવાજા પાસે ટોપ થ્રી સિનેમા નજીક કેન્દ્રો કાર્યરત થશે.

આ ઉપરાંત સિહોરમાં આઈ.સી.ડી.એસ. કચેરી કમ્પાઉન્ડ, ટ્રેન્ડસ શોરૂમ પાસે, વલ્લભીપુરમાં ટોકીઝવાળી શેરી, બસ સ્ટેશન સામે, ગારિયાધારમાં મામલતદાર કચેરી પાસે, પાલિતાણામાં નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં અને તળાજામાં વાવ ચોક ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરાશે.

મહુવામાં વિશ્રામ ગૃહના કમ્પાઉન્ડમાં, એસબીઆઈ બેંક સામે, મહુવા-સાવરકુંડલા રોડ પર પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો મારફતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિવિધ ખેત પેદાશોનું સીધું વેચાણ અને લોકોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande