ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે નશાબંધી સપ્તાહનો પ્રારંભ
ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય, એમ.કે.બી. યુનિવર્સિટી કેમ્પસ, વિશાલા પાર્કની બાજુમાં, વિદ્યાનગર ખાતે નશાબંધી સપ્તાહનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. નશાબંધી સપ્તાહની ઉજવણી ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર,
નશાબાધી સપ્તાહ ની ઉજવણી


ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય, એમ.કે.બી. યુનિવર્સિટી કેમ્પસ, વિશાલા પાર્કની બાજુમાં, વિદ્યાનગર ખાતે નશાબંધી સપ્તાહનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. નશાબંધી સપ્તાહની ઉજવણી ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવી રહી છે.

કાર્યક્રમના ભાગરૂપે નશાબંધી વિષયક રેલી યોજાઈ હતી. રેલીમાં વ્યસનમુક્તિ અને નશાબંધી અંગે જનજાગૃતિ ફેલાવતો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલી બાદ નશાબંધી સપ્તાહનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ તથા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવાનોને વ્યસનથી દૂર રહેવા તેમજ સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વ્યસનના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વ્યસનમુક્તિ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. વ્યસનથી દૂર રહેવા તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી અધિક્ષક એન.સી. સાદરાણી, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એસ.જે. સરવૈયા, સમાજ કલ્યાણ અધિકારી નરેન્દ્રસિંહ બારડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande