હાઈવે પર બાઈક સ્ટંટ કરનારા બે ઈસમો સામે કાર્યવાહી.
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર–રાજકોટ હાઈવે પર રાણાવાવ બાયપાસ નજીક બાઈક પર જોખમી સ્ટંટ કરતા બે ઈસમોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોરબંદર પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંનેને રાણાવાવ ખાતેથી શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહ
હાઈવે  પર  બાઈક  સ્ટંટ  કરનારા બે ઈસમો  સામે  કાર્યવાહી.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર–રાજકોટ હાઈવે પર રાણાવાવ બાયપાસ નજીક બાઈક પર જોખમી સ્ટંટ કરતા બે ઈસમોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોરબંદર પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંનેને રાણાવાવ ખાતેથી શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી ટ્રાફિક શાખાના પી.એસ.આઈ.કે.બી. ચૌહાણ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં બાઈક સ્ટંટ કરનાર ફરાન મુસ્તાકભાઈ સમા (ઉં.વ. 19, રહે. રાણાવાવ) સામે કાર્યવાહી કરવામાં આવી હતી.બીજો સ્ટંટ કરનાર સગીર વયનો હોવાનું અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આથી સગીરને બાઈક ચલાવવા આપવા બદલ તેના પિતા એઝાઝ અલારખાભાઈ માંડલીયા (ઉં.વ. 38, રહે. રાણાવાવ) સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બંને મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે યુવાનોને જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ ન કરવા અને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.સાથે જ વાલીઓને સગીર બાળકોને વાહન ચલાવવા ન આપવા સૂચના આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande