


ડીસા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) બનાસકાંઠાના ભીલડીમાં મોદી લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. દિવાળીના માહોલ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવીને ગુજરાતીઓને ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભીલડી ખાતે 324.77 કરોડના ખર્ચે 127 એકરમાં નિર્મિત BBBRC (ભારત બોવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર) સેન્ટર ખુલ્લું મૂકવા સહિત 400 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
પ્રધાનમંત્રી મોદી 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે 19,000 કરોડનો 24મો હપ્તો રીલિઝ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે,બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી.
આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે છે.સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીમોદીએ ગુજરાત સાથેના લાગણીભર્યા સંબંધો વાગોળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 7 ઓક્ટોબરે સરકારના વડા તરીકે સેવા આપતાં તેમને 25 વર્ષ પૂર્ણ થયાં છે. 7 ઓક્ટોબર 2001ના રોજ પહેલીવાર શપથ લીધા બાદ ગુજરાતની જનતાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે.
તેમણે ગુજરાત સાથેના પોતાના લાગણીભર્યા સંબંધો યાદ કરતાં કહ્યું કે, આજે પણ ગુજરાતમાં લોકો તેમને 'પ્રધાનમંત્રી સાહેબ' કહીને સંબોધે તેના કરતાં 'આપણા નરેન્દ્રભાઈ' કહે તે વધુ ગમે છે. જ્યારે ગુજરાતના ભાઈઓ તેમને 'આપણા નરેન્દ્રભાઈ' કહીને બોલાવે છે ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી જાય છે. તેમણે ઉમેર્યું કે, 'પ્રધાનમંત્રી સાહેબ' સંબોધનમાં જે આત્મીયતા છે તે 'આપણા નરેન્દ્રભાઈ' કહેવામાં અનુભવાતા પ્રેમ અને પોતાનાાપણાની સરખામણીમાં ઓછી લાગે છે.
રન ફોર યુનિટીમાં જોડાવા યુવાનોને આહ્વાન કર્યું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી-રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશભરમાં રન ફોર યુનિટી યોજાશે, એમાં યુવાઓ ભારે ઉત્સાહથી ભાગ લે.
પ્રધાનમંત્રી મોદીએ ક્હ્યું કે કેટલાક લોકો દેશને તકલીફમાં જોવા માંગે છે અને આમાં તેમને આનંદ મળે છે. દુનિયામાં યુદ્ધની સ્થિતિમાં આ લોકોએ ખાતરની અછતની અફવા ફેલાવી અને ખોટી લાઈનો બતાવી. દુનિયામાં 3000ની કિંમતમાં મળતી ખાતરની થેલી ભારતમાં સરકારે 300 રૂપિયામાં આપી. 5000ની ખાતરની થેલી 1300 રૂપિયામાં સરકાર આપી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું દિલ્લી જઈને જે કઈ કરી શક્યો એ તમને આભારી છે. હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ.જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ કરવામાં દેશની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો. ‘આપણા નરેન્દ્રભાઈ’ કહે ત્યારે મારી છાતી ફૂલી જાય. એક-એક ગુજરાતીએ મને ખૂબ પ્રેમ આપ્યો. એક ગામના છોકરાએ ક્યારેય સપનું જોયું ન હતું તેમને તમે આગળ મોકલ્યો. ગુજરાતની જનતાએ જે મને શિખવાડ્યું એ મેં દિલ્લી જઈને કર્યું.
છેલ્લા 12 વર્ષમાં મધનું ઉત્પાદન બમણું થયું છે. આપણે પહેલા કહ્યુંહતું કે દેશમાં મધ-ક્રાંતિ લાવવાનની છે. મધ ઉત્પાદનના રોકોર્ડ થયા છે. આપણો દેશ પ્રાકૃતિક મધનો બીજો મોટો નિર્યાતક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ખેતી એ માત્ર વ્યવસાય નથી પરંતુ આપણી સંસ્કૃતિનું હૃદય છે.
છેલ્લાં 10-12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલનને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા આધુનિક ટેકનોલોજી સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો છે. 26 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપીને ખેડૂતોને જમીનની સુખાકારી અને ખાતરના યોગ્ય વપરાશ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. હવામાન પરિવર્તનના પડકારો સામે ખેડૂતોને સક્ષમ બનાવવા માટે બદલાતી આબોહવાને અનુકૂળ એવી બિયારણની આશરે 3000 નવી જાત પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત, ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની સક્રિય ભાગીદારી ધરાવતા પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં પશુઓની નસલ સુધારણા તથા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી દૂધનું ઉત્પાદન વધારીને ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો કરી શકાય.
ખાટલાસભામાં સંબોધન સમયે પીએમ મોદીએ મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઈને પહેલું જ વાક્ય કહ્યું કે, આજે તો બનાસકાંઠાએ વટ પાડી દીધો. દુનિયામાં આટલી મોટી ખાટલા સભા તો ક્યારેય નહીં થઈ હોય. જો પહેલા તમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડવાળાને કહ્યું હોત તો તમારા નામે એક રેકોર્ડ બની ગયો હોત.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ