રાણાવાવમાં લાઇસન્સ વિના સગીર પુત્રને બાઈક ચલાવવા આપતા પિતા સામે ગુનો
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર પોલીસ દ્વારા સગીરને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં બાઈક ચલાવવા આપવાના મામલે પિતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાણાવાવમાં સગીર વયના પુત્રને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં બાઈક ચલાવવા આ
રાણાવાવમાં લાઇસન્સવિના સગીર પુત્રને બાઈકચલાવવા આપતાંપિતા સામે ગુનો.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર પોલીસ દ્વારા

સગીરને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં બાઈક ચલાવવા આપવાના મામલે પિતા સામે કાર્યવાહી

કરવામાં આવી છે. રાણાવાવમાં સગીર વયના પુત્રને

ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં બાઈક ચલાવવા આપવાના મામલે પિતા સામે ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ, રાણાવાવના આશાપુરા ચોકમાં કાજીયા મસ્જિદ પાસે

રહેતા એજાજ અલ્લારખાભાઈ માંડલિયા (38)એ પોતાના કબજાની મોટરસાઇકલ તેમના 17 વર્ષના પુત્ર તબરેઝને ચલાવવા આપી હતી. પુત્ર પાસે વાહન ચલાવવાનું લાઇસન્સ ન હોવાનું

જાણવા છતાં બાઈક ચલાવવા આપતાં મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

છે.

આ મામલે જિલ્લા ટ્રાફિક શાખા, પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિશોર ભીખાભાઈ ચૌહાણની ફરિયાદના આધારે રાણાવાવ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande