ગોલ્ડ લોનના નામે રૂ. 21 લાખથી વધુના સોનાની છેતરપિંડીની ફરિયાદ
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : માધવપુરની IIFL ફાયનાન્સ બેંક સાથે સંકળાયેલા ગોલ્ડ લોનના વ્યવહારમાં રૂ. 21,00,426ની કિંમતનું સોનું પરત નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે માધવપુર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, માધવપુરની IIFL ફાયનાન્સ બેંકમાં નોકરી કરતા કરણ માલદેભાઈ દાસા (24)ને બેંકના જૂના ગ્રાહક વિજય કુંભાભાઈ કરમટાએ સંપર્ક કર્યો હતો. તેણે પોતાના મિત્ર નાથાભાઈ મેપાભાઈ મોરી રહે ઉંટડા ગામની બજાજ ફાયનાન્સ પોરબંદર બ્રાન્ચમાં ચાલતી ગોલ્ડ લોન માધવપુરની IIFL ફાયનાન્સ બેંકમાં ટ્રાન્સફર કરવાની હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ નાથાભાઈએ અન્ય મિત્ર દેવરાજભાઈ રાજાભાઈ ભારાઈ રહે માણાવદર જી. જૂનાગઢની ગોલ્ડ લોન અંગે પણ વાત કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ નાથાભાઈના બળેજ ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ખાતામાં બે વખત રૂ. 9,88,713 મળી કુલ રૂ. 19,77,426 RTGS મારફતે જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રકમ નાથાભાઈના ખાતા માંથી દેવરાજભાઈના કુતિયાણા સ્થિત SBI બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.આ ઉપરાંત સાહેદ ભનુભાઈ કેશવભાઈ દાસાના ખાતામાંથી દેવરાજભાઈના લોન ખાતામાં રૂ. 1,23,000 જમા કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

આ રીતે ગોલ્ડલોન છોડાવી સોનું લઈ ગયા બાદ રૂ. 21,00,426ની કિંમતનું સોનું પરત નહીં આપી ત્રણેય શખ્સોએ કાવતરું રચી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande