પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં મકાન-મિલકતોનો નવો પ્રોપર્ટી સર્વે
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં મકાન અને મિલકતોની વિગતોનો સચોટ ડેટા તૈયાર કરવા જી.યુ.ડી.એમ. અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત નવો પ્રોપર્ટી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી 8 ઓક્ટોબર, 2026 થી
પોરબંદર  મહાનગરપાલિકા  વિસ્તારમાં  મકાન-મિલકતોનો  નવો પ્રોપર્ટી સર્વે .


પોરબંદર  મહાનગરપાલિકા  વિસ્તારમાં  મકાન-મિલકતોનો  નવો પ્રોપર્ટી સર્વે .


પોરબંદર  મહાનગરપાલિકા  વિસ્તારમાં  મકાન-મિલકતોનો  નવો પ્રોપર્ટી સર્વે .


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં મકાન અને

મિલકતોની વિગતોનો સચોટ ડેટા તૈયાર કરવા જી.યુ.ડી.એમ. અર્બન એટલાસ પ્રોજેક્ટ

અંતર્ગત નવો પ્રોપર્ટી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી 8 ઓક્ટોબર, 2026 થી શરૂ કરવામાં આવી છે. 30 સભ્યોની ટીમ દ્વારા મહાનગરપાલિકાના

વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જઈ મિલકતોની વિગતોની ચકાસણી અને ફોટોગ્રાફી કરવામાં આવી

રહી છે. સર્વેની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 7,000 જેટલી મિલકતોનો સર્વે પૂર્ણ કરવામાં

આવ્યો છે અને હાલમાં પણ સર્વેની કામગીરી નિયમિત રીતે ચાલુ છે. સર્વેની કામગીરી

માટે મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત અધિકૃત સર્વેયરોને ઓળખપત્રો આપવામાં આવ્યાં છે, જેથી નગરજનો સર્વેયરની ઓળખની ખાતરી કરી

શકે.

સર્વે દરમિયાન અધિકૃત સર્વેયરો દ્વારા મકાન અને મિલકતોની જરૂરી વિગતોની

ચકાસણી કરવામાં આવે છે તેમજ મિલકતના ફોટોગ્રાફ લેવામાં આવે છે. આ કામગીરીનો મુખ્ય

હેતુ શહેરની મિલકતો અને વિવિધ વિસ્તારો અંગેનો સચોટ માહિતી આધાર તૈયાર કરવાનો છે, જે ભવિષ્યમાં શહેરના વિકાસ અને શહેરી

સુવિધાઓના આયોજનમાં ઉપયોગી બનશે. રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ સહિતની વિવિધ જાહેર

સુવિધાઓના આયોજન અને વિકાસકાર્યોને વધુ સુવ્યવસ્થિત તથા અસરકારક બનાવવા માટે આ

માહિતી મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ

કરવામાં આવી છે કે, તેમના ઘરે અથવા મિલકતના સ્થળે સર્વેયર આવે ત્યારે મિલકત અંગેની સાચી

તથા જરૂરી માહિતી પૂરી પાડી સર્વેની કામગીરીમાં સહયોગ આપે. નગરજનો દ્વારા આપવામાં

આવતી ચોક્કસ અને સાચી માહિતીના આધારે શહેરનો સચોટ વી.આઈ.એસ. ડેટા તૈયાર કરવામાં

મદદ મળશે. મહાનગરપાલિકા દ્વારા ખાસ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સમગ્ર પ્રોપર્ટી સર્વેની કામગીરી

સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. તેથી સર્વેના નામે કોઈ વ્યક્તિ નગરજનો

પાસેથી પૈસા, ફી

કે અન્ય કોઈ રકમની માંગણી કરે તો કોઈપણ પ્રકારની રકમ ચૂકવવી નહીં. આવી કોઈ માંગણી

થાય અથવા છેતરપિંડી કરવાનો પ્રયાસ જણાય તો તાત્કાલિક પોરબંદર મહાનગરપાલિકાને જાણ

કરવા પણ અપીલ કરવામાં આવી છે. શહેરના ભવિષ્યના વિકાસ અને નાગરિક સુવિધાઓના સુચારુ

આયોજન માટે આ સર્વે મહત્ત્વપૂર્ણ હોવાથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને

અધિકૃત સર્વેયરોને જરૂરી માહિતી આપી સર્વેની કામગીરીમાં સહયોગ આપવા તેમજ નાણાકીય

છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande