પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને રૂ.1.21 કરોડથી વધુના નિવૃત્તિ લાભોની ચૂકવણી
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓના હિતને પ્રાથમિકતા આપીને તેમની નિવૃત્તિ સમયે મળવાપાત્ર આર્થિક લાભોની ચૂકવણી ટૂંકા ગાળામાં કરવામાં આવી છે. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના
પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા નિવૃત્ત   કર્મચારીઓને  1.21 કરોડથી  વધુના  નિવૃત્તિ  લાભોની  ચૂકવણી.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા નિવૃત્ત   કર્મચારીઓને  1.21 કરોડથી  વધુના  નિવૃત્તિ  લાભોની  ચૂકવણી.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા નિવૃત્ત   કર્મચારીઓને  1.21 કરોડથી  વધુના  નિવૃત્તિ  લાભોની  ચૂકવણી.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિવૃત્ત થયેલા

કર્મચારીઓના હિતને પ્રાથમિકતા આપીને તેમની નિવૃત્તિ સમયે મળવાપાત્ર આર્થિક લાભોની

ચૂકવણી ટૂંકા ગાળામાં કરવામાં આવી છે. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના

અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ નિવૃત્ત કર્મચારીઓને

ગ્રેચ્યુઇટી અને હક્ક રજાના રોકડીકરણ સહિતના નિવૃત્તિ લાભોની ચૂકવણીની કામગીરી હાથ

ધરવામાં આવી હતી. આ અંતર્ગત ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ તથા સ્ટેન્ડિંગ કમિટીના

ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, ગરીબી સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન યોગેશભાઈ પુનાણીના હસ્તે નિવૃત્ત

કર્મચારીઓને તેમના હકના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા કુલ 12 નિવૃત્ત કર્મચારીઓને ગ્રેચ્યુઇટી પેટે

રૂ.1,02,74,803ની રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે હક્ક રજાના રોકડીકરણ પેટે 4 કર્મચારીઓને રૂ. 19,10,801ની રકમ ચૂકવવામાં આવી છે. આમ, ગ્રેચ્યુઇટી અને હક્ક રજાના લાભો પેટે

કુલ રૂ. 1,21,85,604 (એક કરોડ એકવીસ લાખ પંચ્યાસી હજાર છસો ચાર રૂપિયા)ની ચૂકવણી કરવામાં

આવી છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને રાહત મળી રહે તે હેતુથી

મહાનગરપાલિકા દ્વારા નિવૃત્તિના લાભોની ચૂકવણીની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી

છે. કર્મચારીઓએ વર્ષો સુધી મહાનગરપાલિકાની સેવામાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને

તેમના હકના નાણાં સમયસર મળી રહે તે માટે વહીવટી સ્તરે કામગીરી કરવામાં આવી છે.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કર્મચારીલક્ષી અભિગમ સાથે નિવૃત્ત કર્મચારીઓના

મળવાપાત્ર લાભોની ચૂકવણી કરવામાં આવતાં કર્મચારીઓને આર્થિક રાહત મળી છે.

મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓના હિત અને કલ્યાણને પ્રાધાન્ય આપીને

આવી કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande