1 નવેમ્બરના રોજ રવિ પુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ, ખરીદીથી લઈને વ્યવસાયની શરૂઆત સુધી દિવસ શુભ રહેશે
જમીન, પ્લોટ, મકાન, સોના-ચાંદી અને વાહન ખરીદવા માટે વિશેષ અવસર. -નવા વેપાર, નવા ઉદ્યોગો અને લાંબાગાળાના રોકાણ માટે પણ જ્યોતિષાચાર્યોએ મહત્વપૂર્ણ સંયોગ જણાવ્યું. ભોપાલ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). કાર્તિક માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ પર રવિવ
રવિ પુષ્ય નક્ષત્ર-શુભ યોગ


-જમીન, પ્લોટ, મકાન, સોના-ચાંદી અને વાહન ખરીદવા માટે વિશેષ અવસર.

-નવા વેપાર, નવા ઉદ્યોગો અને લાંબાગાળાના રોકાણ માટે પણ જ્યોતિષાચાર્યોએ મહત્વપૂર્ણ સંયોગ જણાવ્યું.

ભોપાલ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). કાર્તિક માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ પર રવિવાર, 1 નવેમ્બરના રોજ રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, પુષ્ય નક્ષત્રને સમૃદ્ધિ, સ્થાયિત્વ અને શુભ કાર્યોની સફળતા સાથે જોડીને જોવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદી, આભૂષણ, વાહન, જમીન, પ્લોટ અને મકાનની ખરીદીની સાથે નવા વ્યવસાયો, નવા ઉદ્યોગો અને વ્યાવસાયિક યોજનાઓની શરૂઆત પણ શુભ માનવામાં આવી છે. ખાસ વાત એ છે કે, પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેવાથી ખરીદી અને શુભ કાર્યો માટે દિવસભર અવસર ઉપલબ્ધ રહેશે.

જ્યોતિષાચાર્ય પં. રાજેશ દુબે અનુસાર, રવિવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ રવિ પુષ્ય યોગનું નિર્માણ કરે છે. પુષ્ય નક્ષત્રને બધા 27 નક્ષત્રોમાં વિશેષ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ દિવસે સોના-ચાંદી, આભૂષણ, વાહન, વાસણો અને ઘરેલું ઉપયોગની વસ્તુઓની ખરીદીની સાથે જમીન, પ્લોટ અને મકાનમાં રોકાણ કરવું પણ શુભ માનવામાં આવે છે. રવિવાર અને સપ્તમી તિથિનો સંબંધ સૂર્યદેવ સાથે હોવાને કારણે આ સંયોગનું ધાર્મિક મહત્વ પણ વધી જાય છે.

સંપત્તિ અને લાંબાગાળાના રોકાણ માટે વિશેષ મહત્વ

પંડિત ભરત શાસ્ત્રીનું આ વિશેષ દિવસને લઈને કહેવું છે કે, રવિ પુષ્ય નક્ષત્રનો સંબંધ સ્થાયિત્વ અને સમૃદ્ધિની પરંપરાગત માન્યતાઓ સાથે જોડાયેલો છે. આ જ કારણોસર આ દિવસે જમીન, પ્લોટ અને મકાનની ખરીદી, સંપત્તિની રજિસ્ટ્રી તથા લાંબાગાળાના રોકાણ સાથે સંકળાયેલા નિર્ણયોને શુભ માનવામાં આવે છે. શનિને સ્થાયિત્વ અને લાંબાગાળાની યોજનાઓનો કારક માનવામાં આવે છે. આવા સમયે પુષ્ય નક્ષત્રના આ સંયોગમાં લોકો ભવિષ્યની આર્થિક યોજનાઓ અને સંપત્તિ પ્રાપ્ત કરવાની દિશામાં પગલાં ભરી શકે છે.

નવા વ્યવસાયો અને નવા ઉદ્યોગોની શરૂઆતનો અવસર

બીજી તરફ ભાગવતાચાર્ય પંડિત બ્રિજેશ ચંદ્ર દુબેએ જણાવ્યું કે, રવિ પુષ્ય યોગને વ્યાપારિક ગતિવિધિઓની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે નવા વેપાર અને વ્યવસાયની શરૂઆત, પ્રતિષ્ઠાનોનું શુભારંભ, બહી-ખાતાઓની ખરીદી અને નવી વ્યાવસાયિક યોજનાઓનો આરંભ કરી શકાય છે. આધુનિક યુગમાં નવા ઉદ્યોગો અને નવા સાહસો શરૂ કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે પણ આ દિવસ પરંપરાગત રીતે શુભ અવસર છે.

તેમણે જણાવ્યું, આ વખતે શનિના મીન રાશિમાં ગોચર અને ગુરુની સ્થિતિને પણ જ્યોતિષીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રવિ પુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે ગ્રહોની સ્થિતિ આ દિવસને ખરીદી, રોકાણ અને શુભ કાર્યો માટે વિશેષ બનાવી રહી છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, પુષ્ય નક્ષત્રમાં શરૂ કરાયેલા કાર્યોમાં સ્થાયિત્વ અને નિરંતર પ્રગતિની કામના કરવામાં આવે છે. આ જ કારણોસર વેપારી વર્ગ આ અવસર પર નવા પ્રતિષ્ઠાનો, મશીનરી, વ્યાવસાયિક ઉપકરણો અને વ્યવસાય સંબંધિત જરૂરી વસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા આપે છે.

આ સાથે જ આ દિવસે ધાર્મિક અનુષ્ઠાન, પૂજા-પાઠ, મંત્ર જાપ, દાન-પુણ્ય અને આધ્યાત્મિક ગતિવિધિઓ પણ કરી શકાય છે. સૂર્યદેવની આરાધના, વિશેષ પૂજા અને જરૂરિયાતમંદોને દાન આપવાની પરંપરા પણ આ અવસરને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ડો. મયંક ચતુર્વેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande