અસંગઠિત, ગીગ અને પ્લેટફોર્મ શ્રમિકો માટે રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચના અધિસૂચિત
નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે અસંગઠિત શ્રમિકો અને ગીગ તેમજ પ્લેટફોર્મ શ્રમિકો માટે, રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચનાને અધિસૂચિત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે, સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ આ બોર્ડની રચનાની સત્તાવાર અધિસૂચના
શ્રમ અને રોજગાર મંત્રાલય


નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે અસંગઠિત શ્રમિકો અને ગીગ તેમજ પ્લેટફોર્મ શ્રમિકો માટે, રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચનાને અધિસૂચિત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે, સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ આ બોર્ડની રચનાની સત્તાવાર અધિસૂચના જારી કરી છે. તેનો ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા શ્રમિકોને પણ સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, આ બોર્ડની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી કરશે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓની સાથે એગ્રીગેટર કંપનીઓ, નિયોક્તાઓ, નાગરિક સમાજ સંગઠનો, શ્રમિક સંઘો અને ગીગ તેમજ પ્લેટફોર્મ શ્રમિકોના સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ હશે.

રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડ, અસંગઠિત શ્રમિકો અને ગીગ તેમજ પ્લેટફોર્મ શ્રમિકો માટે લક્ષિત કલ્યાણકારી યોજનાઓની રૂપરેખા તૈયાર કરવાનું, તેમની દેખરેખ રાખવાનું અને સરકારને ભલામણો આપવાનું કામ કરશે. તેમનો ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો માટે સામાજિક સુરક્ષા સંબંધિત ખામીઓને દૂર કરવાનો છે.

અધિસૂચના મુજબ, રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વાર થશે. બેઠકોમાં કામકાજના સંચાલન સંબંધિત નિયમો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર લાગુ પડશે.

બોર્ડ કેન્દ્ર સરકારને અસંગઠિત શ્રમિકો, ગીગ શ્રમિકો અને પ્લેટફોર્મ શ્રમિકોના અલગ-અલગ વર્ગો માટે યોગ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ બનાવવાની ભલામણ કરશે. આ ઉપરાંત સામાજિક સુરક્ષા સંહિતાના વહીવટ સંબંધિત તે બાબતો પર સરકારને સલાહ આપશે, જે તેમને મોકલવામાં આવશે.

બોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સામાજિક કલ્યાણ યોજનાઓની દેખરેખ રાખશે. સાથે જ રાજ્ય સ્તરે રેકોર્ડ રાખવાની વ્યવસ્થાની સમીક્ષા, ભંડોળ અને ખાતાઓમાંથી કરવામાં આવેલા ખર્ચનું પરીક્ષણ તથા કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલા અન્ય કાર્યો પણ કરશે.

આ પહેલ દ્વારા ગીગ અને પ્લેટફોર્મ શ્રમિકોને પણ દેશની ઔપચારિક સામાજિક સુરક્ષા વ્યવસ્થા સાથે જોડવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande