




પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના કોચને જોડવા માટેની શન્ટિંગ પ્રક્રિયા
દરમિયાન ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી નીચે ઉતરીજવાની ઘટના સામે આવી છે. ડબ્બો પાટા પરથી ઉતરી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી હતી. જોકે, ટ્રેન શન્ટિંગ પ્રક્રિયામાં હોવાથી તેમાં કોઈ મુસાફર હાજર ન હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદર રેલવે ખાતે ટ્રેનના એક્સ્ટ્રા કોચની
શન્ટિંગ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયો હતો. ઘટનાની જાણ થતાંજ રેલવે સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી કામગીરી હાથ ધરી ડબ્બાને ફરીથી પાટા પર ચઢાવવામાં આવ્યો હતો. ટ્રેનનો ડબ્બો કયા કારણો સર પાટા પરથી ઉતર્યો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ ઘટના પાછળ ટેકનિકલ ખામી જવાબદાર છે કે પછી શન્ટિંગ કામગીરી દરમિયાન કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી, તે તપાસનો વિષય બન્યો છે. મુસાફરોની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ રેલવેની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા
કર્યા છે.
રેલવે તંત્ર દ્વારા ઘટનાની તપાસ
કરી અકસ્માતનું ચોક્કસ કારણ બહાર લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya