જૂનાગઢ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો માટે ‘જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધા યોજાશે
જુનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા સક્રિય ભાગીદારીને પ્રોત
જૂનાગઢ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો માટે ‘જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધા યોજાશે


જુનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન મળે તે હેતુથી જૂનાગઢ શહેર / ગ્રામ્ય જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધા-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા આગામી તા. ૦૧/૧૧/૨૦૨૬, રવિવારના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા ટેનિસબોલ ક્રિકેટ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. નોંધણી કરાવેલ તમામ સ્પર્ધકોએ સવારે ૦૮:૦૦ કલાકે સ્પર્ધાના સ્થળે ફરજિયાત હાજર રહેવાનું રહેશે તેમજ ઓળખની ખરાઈ માટે આધારકાર્ડની અસલ નકલ અને ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.

સિનિયર સિટીઝન નાગરિકોમાં ઉત્સાહ, તંદુરસ્ત જીવનશૈલી અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવાના આશયથી યોજાનારી આ સ્પર્ધામાં તમામ નોંધાયેલા સ્પર્ધકો સમયસર ઉપસ્થિત રહી સ્પર્ધાને સફળ બનાવવા સહકાર આપે તેવી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે દિવ્યેશભાઈ વરુ (મોબાઈલ નં. ૭૬૨૨૯ ૧૦૨૩૬) નો સંપર્ક કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande