
જુનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી જૂનાગઢ અંતર્ગત કલેકટર કચેરી, સભાખંડ હોલ ખાતે નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડના અધ્યક્ષસ્થાને ગવર્નિંગ બોડીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રણવીરભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વંથલી સુરભીબેન પાઘડાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક બલદેવભાઈ પરી, પીએમ ધંધુસર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધીરૂભાઈ દાસા વગેરે ગવર્નિંગ બોડીની બેઠકના કમિટીના સભ્યોએ હાજરી આપી હતી. બેઠકમાં સમગ્ર શિક્ષા જિલ્લા કચેરીના તમામ મદદનીશ જિલ્લા કો. ઓર્ડીનેટરઓ હાજર રહીને પોતાની શાખાને લગતી સમગ્ર શિક્ષાની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરેલ હતી અને અધ્યક્ષનેે તમામ બાબતોથી અવગત કરવામાં હતા.
આ તકે અધ્યક્ષએ સરકારની બાળકેન્દ્રી શિક્ષણની વિવિધ યોજનાઓથી જૂનાગઢ જિલ્લાના છેવાડાના બાળકોને સરળતાથી અને ત્વરિત રીતે લાભાન્વિત કરાવી શકાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ સમગ્ર બેઠકનું આયોજન જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ