પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક- સંજય ગુપ્તાનું નિધન
મુંબઈ, નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન થયું છે. તેમના નિધનની જાણકારી ફિલ્મમેકર અશોક પંડિતે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરી. તેમણે જણાવ્યું કે સંજય ગુ
સંજય


મુંબઈ, નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન થયું છે. તેમના નિધનની જાણકારી ફિલ્મમેકર અશોક પંડિતે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરી. તેમણે જણાવ્યું કે સંજય ગુપ્તાને ઘરે માથામાં ઈજા થઈ હતી, જેના પછી તેમનું નિધન થયું. આ સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અશોક પંડિતે તેમને પોતાના જૂના મિત્ર અને શ્રેષ્ઠ નિર્દેશક ગણાવતા તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

અશોક પંડિતે સંજય ગુપ્તા સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી નિર્દેશક ગુમાવ્યો છે. સંજય ગુપ્તા પોતાની એક્શન અને ક્રાઇમ આધારિત ફિલ્મો માટે ખાસ ઓળખ ધરાવતા હતા. તેમણે 1994માં ફિલ્મ 'આતિશ : ફીલ ધ ફાયર'થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ પછી 'કાંટે', 'મુસાફિર' અને 'શૂટઆઉટ એટ વડાલા' જેવી ફિલ્મો દ્વારા તેમણે દર્શકો વચ્ચે પોતાની અલગ જગ્યા બનાવી.

સંજય ગુપ્તાએ, હૃતિક રોશન અભિનીત ફિલ્મ 'કાબિલ' અને જ્હોન અબ્રાહમની 'મુંબઈ સાગા'નું પણ દિગ્દર્શન કર્યું હતું. વર્ષ 2002માં રિલીઝ થયેલી 'કાંટે'માં અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી જેવા કલાકારો જોવા મળ્યા હતા. વળી, 'શૂટઆઉટ એટ વડાલા'ને પણ દર્શકો વચ્ચે સારી ઓળખ મળી. પોતાની ખાસ દિગ્દર્શન શૈલી અને એક્શન ફિલ્મો માટે જાણીતા સંજય ગુપ્તાનું નિધન હિન્દી ફિલ્મ જગત માટે એક મોટી ક્ષતિ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande