એકતા દિવસ પર પ્રધાનમંત્રી મોદીનું સંબોધન: ‘દિમાગી નક્સલ’ના ખતરાથી એલર્ટ રહેવાની જરૂર
દેશમાંથી નકસલવાદનો સફાયો કરાયો માનસિક નક્સલી સામે લડીશું.- સ્વતંત્રતા અને ગણતંત્ર દિનની જેમ હવે એકતા દિવસ પણ દેશનો રાષ્ટ્રીય પર્વ.- એકતાનગરમાં પ્રથમવાર સાંજે એકતા પરેડ યોજાઈ. રાજપીપળા, 31 ઓકટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિ
Prime Minister Modi's address on Ekta Diwas Need to be alert against the threat of 'brainy Naxals


Prime Minister Modi's address on Ekta Diwas Need to be alert against the threat of 'brainy Naxals


Prime Minister Modi's address on Ekta Diwas Need to be alert against the threat of 'brainy Naxals


Prime Minister Modi's address on Ekta Diwas Need to be alert against the threat of 'brainy Naxals


Prime Minister Modi's address on Ekta Diwas Need to be alert against the threat of 'brainy Naxals


- દેશમાંથી નકસલવાદનો સફાયો કરાયો માનસિક નક્સલી સામે લડીશું.- સ્વતંત્રતા અને ગણતંત્ર દિનની જેમ હવે એકતા દિવસ પણ દેશનો રાષ્ટ્રીય પર્વ.- એકતાનગરમાં પ્રથમવાર સાંજે એકતા પરેડ યોજાઈ.

રાજપીપળા, 31 ઓકટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં પ્રથમવાર સાંજે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ યોજાઇ.

એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની જેમ એકતા દિવસ પણ દેશનો રાષ્ટ્રીય પર્વ બની ગયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આજ સુધી રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો મુખ્યત્વે સવારે યોજાતા હતા, પરંતુ આ વખતે સાંજે આયોજન કરીને એક નવી પરંપરાની શરૂઆત કરવામાં આવી છે. સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં તેમણે કહ્યું કે ભારતને એકતાના સૂત્રમાં પરોવનાર લોહપુરુષની દ્રષ્ટિ આજે પણ દેશને પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશ માટે માત્ર સ્વતંત્રતા મેળવવી જ પૂરતી નહોતી, પરંતુ દેશના નિર્માણ માટે ગણતંત્ર અને ભાવનાત્મક એકતા પણ એટલી જ જરૂરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે દેશમાં ‘દિમાગી નક્સલ’નો ખતરો હજુ ટળ્યો નથી. સોશિયલ મીડિયાને હથિયાર બનાવી અફવા ફેલાવાઈ રહી છે અને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ભારત વિરોધી તાકતોને ઓળખવાની જરૂર પર ભાર મૂકતાં કહ્યું કે સંવિધાનની મર્યાદા તોડનારાઓથી સાવચેત રહેવું પડશે. હવે દિમાગી નક્સલવાદથી પણ મુક્ત થવાનું છે. દેશવાસીઓએ આ ખતરા સામે એલર્ટ રહેવું જરૂરી છે.

નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે દેશમાં કેટલીક તાકાતો જૂઠ ફેલાવી અસ્થિરતા સર્જવા માગે છે. દેશવાસીઓની એકતાથી આવી સાજીશો નિષ્ફળ ગઈ છે. તેમણે વિપક્ષ પર પોતાનું કર્તવ્ય ન નિભાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે વિપક્ષ હવે વિરોધ પક્ષ નહીં, પરંતુ અવરોધ પક્ષ બની ગયો છે.

પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું કે ભારતમાં આજે ઝડપથી ગરીબી ઘટી રહી છે. ગરીબ કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે. છેલ્લા 12 વર્ષથી ગરીબોને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે દેશના 50 કરોડ લોકોએ ગરીબીમાંથી બહાર આવવાનો માર્ગ મેળવ્યો છે. કરોડો પાકા મકાનોએ ગરીબોના જીવનને સરળ બનાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે એકતા આગળ વધવાની શક્તિ આપે છે. એકતા પરેડ અદભૂત રહી હતી. દેશ હવે નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થયો છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સૌએ સાથે મળીને આગળ વધવું જરૂરી છે.

પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલના નિર્ણયોએ દેશને એક કર્યો હતો. દેશ હંમેશા સરદાર પટેલનો ઋણી રહેશે. સરદાર પટેલે ભારતને સુરક્ષિત બનાવ્યું હતું. દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે.

સવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande