સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડનો પ્રારંભ
રાજપીપળા, 31 ઓકટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડનો પ્રારંભ થઈ ગયો. પ્રધાન
The grand parade of 'National Unity Day' begins at the Statue of Unity, Ektanagar in the presence of Prime Minister Modi.


The grand parade of 'National Unity Day' begins at the Statue of Unity, Ektanagar in the presence of Prime Minister Modi.


The grand parade of 'National Unity Day' begins at the Statue of Unity, Ektanagar in the presence of Prime Minister Modi.


રાજપીપળા, 31 ઓકટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડનો પ્રારંભ થઈ ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય અને ઐતિહાસિક પરેડનો પ્રારંભ થયો છે.

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાનું પ્રતીક એવી આ પરેડને યાદગાર બનાવવા માટે દેશના વિવિધ સુરક્ષા દળો, પોલીસ ટુકડીઓ અને વિશિષ્ટ દળો સંપૂર્ણપણે સજ્જ થઈને મેદાને ઉતર્યા છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય અને ઐતિહાસિક પરેડનો પ્રારંભ થયો છે.

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાનું પ્રતીક એવી આ પરેડને યાદગાર બનાવવા માટે દેશના વિવિધ સુરક્ષા દળો, પોલીસ ટુકડીઓ અને વિશિષ્ટ દળો સંપૂર્ણપણે સજ્જ થઈને મેદાને ઉતર્યા છે. આ શિસ્તબદ્ધ ઉજવણીથી સમગ્ર એકતાનગરનું પરેડ ગ્રાઉન્ડ દેશભક્તિના સૂરથી ગુંજી ઊઠ્યું છે.

આ વખતની પરેડમાં દેશના અગ્રણી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો જેવાં કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ,સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા બલ ના જવાનો જોડાયા છે.

આ ઉપરાંત, આસામ રાઈફલ્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રેસર રહેતી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટુકડીઓ પણ પોતાના અદમ્ય સાહસ, સમર્પણ અને ઉત્કૃષ્ટ શિસ્તનો પરચો આપી રહી છે.

‘વિવિધતામાં એકતા’ના ભારતીય સંસ્કૃતિના મૂળ મંત્રને સાર્થક કરતા આ રાષ્ટ્રીય પર્વમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલી રાજ્ય પોલીસની ટુકડીઓ પણ ઉત્સાહભેર સહભાગી થઈ છે.

આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશ સહિતના તમામ રાજ્યોના પોલીસ જવાનો ખભેખભા મિલાવીને માર્ચપાસ્ટ કરી રહ્યા છે, જે ભારતના વિવિધ પ્રદેશોની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

પરેડના મુખ્ય આકર્ષણોમાં ગાર્ડ ઑફ ઑનર, દેશના ગૌરવવંતા ધ્વજવાહકો, એનસીસી કેડેટ્સની શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ અને વિવિધ સુરક્ષા દળોના સૂરિલા બેન્ડ્સ દ્વારા રજૂ કરવામાં આવતી દેશભક્તિપૂર્ણ ધૂનોનો સમાવેશ થાય છે. આ સુમધુર અને જોશિલું સંગીત ઉપસ્થિત સૌ નાગરિકો અને મહાનુભાવોમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંચાર કરી રહ્યું છે.

આ ભવ્ય કાર્યક્રમમાં જાંબાઝ મોટરસાઇકલ ટુકડીઓ દ્વારા રજૂ કરવામાં આવતા રોમાંચક સ્ટન્ટ્સ અને BSFની ચુસ્ત ડોગ સ્ક્વોડનું પ્રદર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વધુમાં, વર્તમાન સમયમાં સમાજ અને યુવાધનને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવાના ઉદ્દેશ્યથી ‘Fight Against Drugs’ ની થીમ પર આધારિત નેશનલ મોટરસાઇકલ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે આ ઉજવણીના હેતુને વધુ સાર્થક અને પ્રેરણાદાયી બનાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande