ગરાજીયા ગામે બે પક્ષ વચ્ચે થયેલી મારામારીના બનાવમાં પોલીસની ઝડપી કાર્યવાહી, ત્રણ પુખ્ત આરોપી અને એક બાળ કિશોરની અટકાયત
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બનતા ચકચાર મચી હતી. આ ઘટનાને પગલે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ગંભીર ગુનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ
પકડાયેલ આરોપી


ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બનતા ચકચાર મચી હતી. આ ઘટનાને પગલે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ગંભીર ગુનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ગરાજીયા ગામે બે પક્ષ વચ્ચે થયેલી મારામારીના બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ આગળ ધપાવી ગણતરીની કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મારામારીના બનાવમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ કબજે કર્યા હતા. ત્યારબાદ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં:

લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ ખાટાભાઈ ખોડા (44)

ભરતભાઈ ભોળાભાઈ ખોડા (29)

હરેશભાઈ લાલાભાઈ ચૌહાણ (24)

એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે.

તમામ આરોપીઓ ગરાજીયા ગામ, તાલુકો પાલીતાણાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર મારામારીના ગુનામાં ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવાની પાલીતાણા રૂરલ પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande