પાટણમાં વણકર સમાજ માટે ભવ્ય ભવન-લાયબ્રેરીનું નિર્માણ, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધાઓ
પાટણ, 04 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરમાં પદ્મનાભ મંદિર સામે વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા, સમાજ ભવન અને લાયબ્રેરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્રસ્ટના હોદ્દેદારો, શહેરના આગેવાનો અને યુવાનો દ્વારા બાંધકામ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
પાટણમાં વણકર સમાજ માટે ભવ્ય ભવન-લાયબ્રેરીનું નિર્માણ, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધાઓ


પાટણ, 04 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરમાં પદ્મનાભ મંદિર સામે વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા, સમાજ ભવન અને લાયબ્રેરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્રસ્ટના હોદ્દેદારો, શહેરના આગેવાનો અને યુવાનો દ્વારા બાંધકામ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ પી. પરમાર, મહામંત્રી મુકેશભાઈ યુ. પરમાર તથા કારોબારી સભ્ય રસિકભાઈ સી. જાદવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાંધકામની પ્રગતિની માહિતી મેળવી હતી અને કામગીરી અંગે ખુશી વ્યક્ત કરી હતી.

ભવનમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આધુનિક લાયબ્રેરી તથા કમ્પ્યુટર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યુવક-યુવતીઓ GPSC, UPSC સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. ઉપરાંત 60×53 ફૂટનો વિશાળ હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં આશરે 250 લોકોની બેઠક વ્યવસ્થા રહેશે. આ હોલનો ઉપયોગ સમાજના વિવિધ સામાજિક અને અન્ય પ્રસંગો માટે પણ કરી શકાશે.

ભવનના બીજા માળે છ AC રૂમ અને શૌચાલયની સુવિધા સાથે બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રમુખ ડૉ. અનિલભાઈ પરમારે દિવાળી આસપાસ બે માળનું બાંધકામ પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બાળકોના શિક્ષણ અને સમાજના વિકાસ માટે દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટને આપવામાં આવતું દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્તિ પાત્ર હોવાનું જણાવાયું છે. દાન અથવા વધુ માહિતી માટે સંપર્ક નંબર 9723719773 જાહેર કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande