આયુર્વેદ ભારતની અમૂલ્ય પરંપરા, જેણે વિશ્વને સંતુલિત જીવન જીવવાની દિશા આપી : હર્ષ સંઘવી
સુરત, 04 ઓક્ટોબર (હિ.સ.) : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનમાં નોંધાયેલા આયુર્વેદ અને યુનાની તબીબો માટે એક દિવસીય ‘GCAU વંદે આય
‘जीसीएयू वंदे आयुकॉन-3’ सम्मेलन में शामिल होते उपमुख्यमंत्री हर्ष संघवी


સુરત, 04 ઓક્ટોબર (હિ.સ.) : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનમાં નોંધાયેલા આયુર્વેદ અને યુનાની તબીબો માટે એક દિવસીય ‘GCAU વંદે આયુકોન-3’ કોન્ફરન્સનું સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. જેમાં રાજ્યભરમાંથી આયુર્વેદ તબીબો, વૈદ્યો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત તબીબોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જેણે સમગ્ર વિશ્વને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની દિશા આપી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું આયુર્વેદ માટેનું વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્ર ગુજરાતના જામનગર ખાતે સ્થાપિત થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજારો વર્ષોથી આપણા ઋષિ-મુનિઓએ વેદો, ઉપનિષદો અને આયુર્વેદિક ગ્રંથો દ્વારા આરોગ્ય તથા જીવનશૈલી અંગે અમૂલ્ય જ્ઞાન આપ્યું છે. આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં પણ આ સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવા આયુર્વેદ તબીબો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

ડિજિટલ યુગમાં લોકો સેકન્ડોમાં વિવિધ માહિતી મેળવી શકે છે, છતાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે લોકોનો આયુર્વેદ તરફ વિશ્વાસ વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અને વિશ્વસનીયતા વધારવામાં તબીબોનું યોગદાન મહત્વપૂર્ણ છે.

નાયબ મુખ્યમંત્રીએ આયુર્વેદના પ્રચાર-પ્રસાર, સંશોધન અને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વય દ્વારા આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વધુ વ્યાપક બનાવવાનો અનુરોધ કર્યો હતો.

કોન્ફરન્સમાં આયુર્વેદ ક્ષેત્રના અગ્રણી તબીબો, સંશોધકો, આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande