17 વર્ષ દેશની સરહદોની રક્ષા કરી વતન પરત ફરેલા જવાનનું ઘાટવડમાં ભવ્ય સ્વાગત
- કોડીનારથી ઘાટવડ સુધી યોજાઈ ભવ્ય રેલી; ગ્રામજનો સહિત વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા ગીર સોમનાથ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ભારતીય સેનામાં રહીને સતત 17 વર્ષ સુધી દેશની સેવા અને સરહદોની સુરક્ષાની જવાબદારી નિભાવ્યા બાદ માદરે વતન પરત ફરેલા આર્મ
17 વર્ષ દેશની સરહદોની રક્ષા કરી વતન પરત


- કોડીનારથી ઘાટવડ સુધી યોજાઈ ભવ્ય રેલી; ગ્રામજનો સહિત વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા

ગીર સોમનાથ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ભારતીય સેનામાં રહીને સતત 17 વર્ષ સુધી દેશની સેવા અને સરહદોની સુરક્ષાની જવાબદારી નિભાવ્યા બાદ માદરે વતન પરત ફરેલા આર્મી જવાન નરેન્દ્રભાઈ હીરાભાઈ વાજાનું ઘાટવડ ગામે ગૌરવભેર અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતૂ. દેશસેવા પૂર્ણ કરી પોતાના વતન પરત ફરેલા જવાનના સન્માનમાં કોડીનારથી ઘાટવડ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભક્તિના નારા અને ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કોડીનારથી ઘાટવડ સુધી જવાન નરેન્દ્રભાઈ વાજાને સન્માનપૂર્વક લાવવામાં આવ્યા હતા ઘાટવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘાટવડ ગામના સર્વ સમાજના લોકો સહિત વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના સદસ્ય રાજાભાઈ વાળા, સરપંચ રફીક મહેતર ઉપસરપંચ નટવર સિંહ ઝાલા દરબાર સમાજના અગ્રણી ભરતબાપુ ઝાલા, કોળી સમાજના અગ્રણી મસરિભાઈ બાભણીયા, હનુબાપુ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ જવાન નરેન્દ્રભાઈ વાજાનું સન્માન કરી તેમની દેશસેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. 17 વર્ષ સુધી પરિવારથી દૂર રહી દેશની સરહદોની રક્ષા માટે ફરજ બજાવનાર નરેન્દ્રભાઈ હીરાભાઈ વાજાના વતન પરત ફરવાના પ્રસંગે સમગ્ર ઘાટવડ ગામમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી. વિવિધ સમાજના લોકો એકત્ર થઈ દેશસેવા કરનાર જવાનનું સન્માન કરી “દેશની સેવા કરનાર જવાનને ગામલોકોની સલામ” એવો ભાવ વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્રભાઈ વાજાની 17 વર્ષની નિષ્ઠાપૂર્વકની દેશસેવા બદલ ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જવાનના સન્માનમાં યોજાયેલી ભવ્ય રેલી અને સ્વાગત કાર્યક્રમ ઘાટવડ ગામ માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande