
ગીર સોમનાથ 4 ઓક્ટોબર (હિ.સ.)
સુત્રાપાડા નગરપાલિકા મિટિંગ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી, ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત પ્રભારી શરદભાઈ લાખાણીની પરિચય બેઠક યોજાઈ.
આ પ્રસંગે સુત્રાપાડાના વતની તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ વિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી. તેમના અનુભવી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો.
બેઠક દરમિયાન પ્રભારીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી તેમજ સંગઠનની વધુ મજબૂતી અને જનસેવાના કાર્યોને વેગ આપવા અંગે માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રીઓ ભરતભાઈ વાળા તથા અનિલભાઈ જેઠવા, સુત્રાપાડા પ્રભારી મંજુલાબેન મુછાલ, સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ, કાળાભાઈ બારડ ઉપપ્રમુખ વજુભાઈ પંપાણીયા તથા તમામ સભ્યઓ, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી, મહામંત્રીઓ સિદ્ધરાજસિંહ રાઠોડ તથા અમરસિંહભાઈ મેર, સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ