
ગીર સોમનાથ 4 ઓક્ટોબર (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની શેઠ એમ. પી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ‘સરસ્વતી સાધન સહાય યોજના’ હેઠળ ૮૧ વિદ્યાર્થીનીઓને, સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળા ખાતે યોજાયો હતો.
આ યોજના અંતર્ગત શાળાની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની કુલ ૮૧ દીકરીઓને સાયકલ આપવામાં આવી છે.
શાળાના આચાર્ય ઉમેદસિંહ બારડે જણાવ્યું કે, સરકારની આ યોજનાથી ૮૧ દીકરીઓને સાયકલ મળી છે, જેનું વિતરણ સફળતાપૂર્વક કરાયું છે. દીકરીઓમાં પણ એક ખુશી જોવા મળી રહી હતી.
સાયકલ મેળવનાર વિદ્યાર્થીની શર્મા સંગીતાએ ખુશી વ્યક્ત કરી. તેણે કહ્યું કે, આ સાયકલથી શાળાએ આવવા-જવામાં સરળતા રહેશે અને અભ્યાસ માટે પ્રોત્સાહન મળશે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ