જામનગરના તાલુકા સ્વાગત કાર્યક્રમ અંગે અગત્યની જાહેરાત
જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) : નાગરિકોના સ્થાનિક પ્રશ્નોના ન્યાયિક અને અસરકારક ઉકેલ માટે જામનગર (શહેર) તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે પ્રાંત અધિકારીની કચેરીના મીટિંગ હોલ ખા
સ્વાગત કાર્યક્રમ


જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) :

નાગરિકોના સ્થાનિક પ્રશ્નોના ન્યાયિક અને અસરકારક ઉકેલ માટે જામનગર (શહેર) તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે પ્રાંત અધિકારીની કચેરીના મીટિંગ હોલ ખાતે યોજાશે. આ બેઠક જિલ્લા વિકાસ અધિકારીના પ્રમુખસ્થાને યોજવામાં આવશે, જેમાં નાગરિકો પોતના પડતર પ્રશ્નોની રજૂઆત કરી શકશે.

આ કાર્યક્રમમાં અરજી કરવા માટે અરજદારોએ તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ મથાળા હેઠળ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ને જરૂરી પૂરતા આધાર-પુરાવા સાથે પોતાની અરજી મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

રજૂ કરવામાં આવતો પ્રશ્ન માત્ર તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રનો હોવો જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત અધિકારીને અગાઉ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે બાબત અનિર્ણિત હોય તો જ આ કાર્યક્રમમાં અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે. અરજદાર માત્ર એક જ વિષયને લગતી બાબતની રજૂઆત કરી શકશે.

કાર્યક્રમના દિવસે અરજદારે પોતે રૂબરૂ ઉપસ્થિત રહીને જ પોતાના પ્રશ્નની આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. આમાં કોઈપણ પ્રકારની સામૂહિક રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. જામનગર (શહેર) તાલુકાના તમામ નાગરિકોને પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આ તકનો લાભ લેવા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande