૧૩ વર્ષથી નાસતા-ફરતા ઘરફોડ ચોરીના આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપ્યો
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૩ વર્ષ જૂના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે. લાલપર ગામ નજીકથી ઝડપાયેલા આ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા
ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ


રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) :

પશ્ચિમ કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૩ વર્ષ જૂના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે. લાલપર ગામ નજીકથી ઝડપાયેલા આ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના મુજબ રેન્જ વિસ્તારના જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૩ના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મનીષ નાથાભાઇ હિરપરાને ઝડપી લેવાયો છે. આરોપી મૂળ જામનગરનો વતની છે અને હાલ સુરતના પીપોદરા ખાતે રહેતો હતો.

પોલીસ ટીમે આરોપીને લાલપર ગામે જોધપુર નદી તરફ જવાના રસ્તેથી હસ્તગત કર્યો હતો. ત્યારબાદ પશ્ચિમ કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande