કૃતજ્ઞ રાષ્ટ્ર મહાન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના પરાક્રમને, ક્યારેય ભૂલી શકશે નહીં: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક્સ હેન્ડલ પર ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને, તેમની જયંતિ પર યાદ કરતા. તેમણે લખ્યું કે, ''''મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જ
નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક્સ હેન્ડલ પર ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને, તેમની જયંતિ પર યાદ કરતા. તેમણે લખ્યું કે, ''મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતિ પર સાદર નમન. મા ભારતીની પરાધીનતાની બેડીઓને તોડવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે તેમણે જે પરાક્રમ અને પુરુષાર્થનો પરિચય આપ્યો, કૃતજ્ઞ રાષ્ટ્ર તેને ક્યારેય ભૂલી શકશે નહીં.''

ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી અને વિચારક શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ માંડવી (કચ્છ), ગુજરાતમાં થયો હતો. તેઓ એક પ્રખર રાષ્ટ્રશાસ્ત્રી, પત્રકાર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમએ અને બાર-એટ-લોની ઉપાધિ મેળવનાર પ્રથમ ભારતીય છે.

તેમણે વિદેશમાં રહીને ક્રાંતિકારી ગતિવિધિઓને સંગઠિત કરવા માટે 1905માં લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. બાદમાં આ કેન્દ્ર વીર સાવરકર અને મદનલાલ ઢીંગરા જેવા ક્રાંતિકારીઓનું મુખ્ય કેન્દ્ર બન્યું.

ક્રાંતિકારી વિચારોના પ્રચાર-પ્રસાર માટે તેમણે 'ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામનું સામયિક બહાર પાડ્યું. માંડવીનું ક્રાંતિ તીર્થ તેમની સ્મૃતિ અને ભારતના ક્રાંતિકારી સ્વતંત્રતા સંગ્રામને જીવંત બનાવે છે. અહીં તેમની વિરાસતને સંરક્ષિત કરવામાં આવી છે.

આ સ્મારકમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ પણ છે. તેમના અસ્થિ 55 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડથી પાછા લાવવામાં આવ્યા અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ક્રાંતિ તીર્થમાં સ્થાપિત કરવામાં આવ્યા. ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ 2010થી ક્રાંતિ તીર્થની સંભાળ રાખી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande