વડાપ્રધાને એશિયન ગેમ્સમાં મહિલા ટીમ ગોલ્ફમાં રજત પદક જીતવા બદલ અદિતિ અશોક, પ્રણવી શરથ ઉર્સ અને દીક્ષા ડાગરને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એશિયન ગેમ્સમાં મહિલા ટીમ ગોલ્ફને રજત પદક જીતવા બદલ અદિતિ અશોક, પ્રણવી શરથ ઉર્સ અને દીક્ષા ડાગરને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે એક્સ પર જણાવ્યું કે, ત્રણેય ખેલાડીઓની સફળતા રમત પ્ર
વડાપ્રધાન મોદી -ફાઈલ ફોટો


નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એશિયન ગેમ્સમાં મહિલા ટીમ ગોલ્ફને રજત પદક જીતવા બદલ અદિતિ અશોક, પ્રણવી શરથ ઉર્સ અને દીક્ષા ડાગરને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન કાર્યાલયે એક્સ પર જણાવ્યું કે, ત્રણેય ખેલાડીઓની સફળતા રમત પ્રત્યેના તેમના દ્રઢ સંકલ્પ અને જુસ્સાને દર્શાવે છે. તેમણે અદિતિ અશોક, પ્રણવી શરથ ઉર્સ અને દીક્ષા ડાગરની સતત સફળતાની કામના કરી અને આશા વ્યક્ત કરી કે તેઓ આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરશે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, ત્રણેય ખેલાડીઓએ મહિલા ટીમ ગોલ્ફ સ્પર્ધામાં રજત પદક જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande