પાતળિયા ચેકપોસ્ટ નજીક એસએમસીનો સપાટો, દારૂના કટીંગ નેટવર્કનો પર્દાફાશ
વલસાડ, 04 ઓક્ટોબર (હિ.સ.) : જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દમણની હદ નજીક આવેલા પાતળિયા પોલીસ ચેકપોસ્ટની પાછળ દારૂના કટીંગનું નેટવર્ક ચાલતું હોવાની માહિતીના આધારે SMCની ટીમે
પાતળિયા ચેકપોસ્ટ નજીક SMCની કાર્યવાહીમાં ઝડપાયેલો વિદેશી દારૂ અને જપ્ત કરાયેલા વાહનો-દ્વિચક્રી વાહનોનો જથ્થો.


વલસાડ, 04 ઓક્ટોબર (હિ.સ.) : જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દમણની હદ નજીક આવેલા પાતળિયા પોલીસ ચેકપોસ્ટની પાછળ દારૂના કટીંગનું નેટવર્ક ચાલતું હોવાની માહિતીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન SMCની ટીમે ₹5.90 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા 10 જેટલા વાહનો સહિત કુલ ₹19.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ કાર્યવાહી દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા 15થી વધુ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પાતળિયા ચેકપોસ્ટ નજીક જ દારૂનું કટીંગ નેટવર્ક ચાલી રહ્યું હોવાની વિગતો સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ચેકપોસ્ટની પાછળ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં તેની જાણ પોલીસને હતી કે નહીં, તેમજ આ નેટવર્ક કેટલા સમયથી સક્રિય હતું તે સહિતના મુદ્દે હવે તપાસ મહત્વપૂર્ણ બની છે.

SMCની કાર્યવાહી બાદ વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીના નેટવર્કને લઈને ફરી ચર્ચા તેજ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande