ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને ‘પંચાયત રત્ન–૨૦૨૬’ સન્માન
ભાવનગર, 04 ઓક્ટોબર (હિ.સ.)ગ્રામ વિકાસ, લોકભાગીદારી અને પંચાયતી રાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને પ્રતિષ્ઠિત ‘પંચાયત રત્ન–૨૦૨૬’ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાંથી ઉમરાળા ગ્રામ પંચાયતની
સન્માનિત કરવામાં આવેલ સરપંચ


ભાવનગર, 04 ઓક્ટોબર (હિ.સ.)ગ્રામ વિકાસ, લોકભાગીદારી અને પંચાયતી રાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને પ્રતિષ્ઠિત ‘પંચાયત રત્ન–૨૦૨૬’ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાંથી ઉમરાળા ગ્રામ પંચાયતની એકમાત્ર પસંદગી કરવામાં આવી હતી.

ગાંધી જયંતિ નિમિત્તે તા. ૨ ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતે ગ્રામીણ સત્તા પંચાયતી રાજ સંગઠન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામ વિકાસ તથા પંચાયતી રાજ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતમાંથી પસંદગી પામેલા ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને ‘પંચાયત રત્ન–૨૦૨૬’ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં હાથ ધરાયેલી કામગીરી, લોકભાગીદારી આધારિત અભિગમ અને ગ્રામજનોના સહયોગને ધ્યાનમાં રાખીને આ સન્માન પ્રાપ્ત થયું છે.

સન્માન બાદ ધર્મેન્દ્રભાઈ હેજમે જણાવ્યું હતું કે, આ સન્માન માત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર ઉમરાળા ગામનું સન્માન છે. ગામના નાગરિકોએ ડગલે ને પગલે આપેલા સાથ, સહકાર અને વિશ્વાસના કારણે ઉમરાળા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મળી છે. તેમણે આ સન્માન માટે સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande