એસજીએફઆઈ સ્ટેટ લેવલ બોક્સિંગમાં વલસાડની ખેલાડીઓનો દબદબો, ત્રણ મેડલ જીત્યા
વલસાડ, 04 ઓક્ટોબર (હિ.સ.) : SGFI સ્ટેટ લેવલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં વલસાડની ત્રણ ખેલાડીઓએ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરચો
SGFI બોક્સિંગમાં વલસાડની ખેલાડીઓનું સન્માન


વલસાડ, 04 ઓક્ટોબર (હિ.સ.) : SGFI સ્ટેટ લેવલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં વલસાડની ત્રણ ખેલાડીઓએ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.

લ્યુમેન્સ એજ્યુકેશન સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની પદ્મજા બાયલે શાનદાર પ્રદર્શન સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે આ જ શાળાની ધોરણ 6ની વિદ્યાર્થીની એન્જલ ચૌબેએ પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.આ ઉપરાંત સેન્ટ જોસેફ ઇંગ્લિશ ટીચિંગ હાઈસ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની મિતાલી ચૌહાણે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

રાજ્યકક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ત્રણેય ખેલાડીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ અને રમતપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ખેલાડીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande