વડાપ્રધાન મોદીએ, સુભાષિતમ્ માં વિશિષ્ટ મનુષ્યના ગુણો ગણાવ્યા
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે હંમેશની જેમ એક્સ પર, એક સુંદર શ્લોક સુભાષિતમ્ ના રૂપમાં શેર કર્યો. તેમણે આના માધ્યમથી મનુષ્યના સાત ગુણો ગણાવ્યા. તે શ્લોક છે, ''''शुचित्वं त्यागिता शौर्यं सामान्यं सुखदुःखयोः।
નમો


નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે હંમેશની જેમ એક્સ પર, એક સુંદર શ્લોક સુભાષિતમ્ ના રૂપમાં શેર કર્યો. તેમણે આના માધ્યમથી મનુષ્યના સાત ગુણો ગણાવ્યા.

તે શ્લોક છે,

''शुचित्वं त्यागिता शौर्यं सामान्यं सुखदुःखयोः।

दाक्षिण्यं चानुरक्तिश्च सत्यता च सुहृद्गुणाः॥''

આ શ્લોક પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીની પોસ્ટમાં આ શ્લોકનો અર્થ લખવામાં આવ્યો, ''હૃદયની નિર્મળતા, ત્યાગ ભાવના, શૂરતા, સુખ અને દુઃખમાં સમાન ભાવ, ચતુરાઈ, અનુરાગ અને સચ્ચાઈ- આ ફક્ત સામાન્ય મિત્રના ગુણો નથી, પરંતુ એક ઉદાર હૃદય અને વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મનુષ્યની ઓળખ છે.''

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સંદેશ ઘણા અર્થમાં મહત્વપૂર્ણ છે. આ આપણે સૌ જાણીએ છીએ કે, મનુષ્ય આ સંસારનું સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે. તેની શ્રેષ્ઠતા વિચાર, વિવેક અને આચરણથી નક્કી થાય છે. જેવું મગજ મનુષ્ય પાસે છે, અન્ય કોઈ પ્રાણી પાસે નથી. આ દૃષ્ટિએ તેની વિચાર પ્રક્રિયા વિલક્ષણ છે. આ દૃષ્ટિએ તે વિશિષ્ટ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande