નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભીમડાદ શાળામાં જાગૃતિ કાર્યક્રમ
બોટાદ,06 ઓક્ટોબર (હિ.સ.) બોટાદ જિલ્લાના ભીમડાદ ગામે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર
નશા મુક્ત અંતર્ગત કાર્યક્રમ યોજાયો


બોટાદ,06 ઓક્ટોબર (હિ.સ.) બોટાદ જિલ્લાના ભીમડાદ ગામે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ લાવવાની સાથે બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે સમજણ કેળવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બાળ કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને જુવેનાઈલ જસ્ટિસ (જે.જે.) એક્ટ તથા પોક્સો એક્ટ અંગે જરૂરી માહિતી આપી બાળકોના અધિકારો, સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. સાથે જ બાળકો અને કિશોરોના સર્વાંગી વિકાસ તથા સુરક્ષા માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશીલા પદાર્થોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજાવવામાં આવ્યું હતું. નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર અને સમાજમાં પણ નશા વિરોધી સંદેશ ફેલાવવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા અને નશા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા, કાયદાકીય જાગૃતિ અને નશા વિરોધી સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande