'રામાયણ'ની ટીમ પર ભડક્યા 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'ના નિર્માતા
મુંબઈ, નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). રણબીર કપૂર અભિનીત નિતેશ તિવારીની ''રામાયણ'' તેના રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. અંજલિ અરોરાની ફિલ્મ ''મહાકાવ્ય શ્રી રામાયણ કથા''ના નિર્માતા પ્રકાશ મહોબિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમની ફિલ્મ વિરુદ્ધ સતત
ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). રણબીર કપૂર અભિનીત નિતેશ તિવારીની 'રામાયણ' તેના રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. અંજલિ અરોરાની ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'ના નિર્માતા પ્રકાશ મહોબિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમની ફિલ્મ વિરુદ્ધ સતત નકારાત્મક માર્કેટિંગ કરવામાં આવ્યું, જેના કારણે તેને સિનેમાઘરોમાં દર્શકો સુધી પહોંચવાનો પૂરતો મોકો મળ્યો નહીં. તેમણે દાવો કર્યો કે, જે દર્શકોએ ફિલ્મ જોઈ તેમણે તેની પ્રશંસા કરી છે. નિર્માતાએ એમ પણ કહ્યું કે, તેઓ પોતાની ફિલ્મને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

વાતચીતમાં મહોબિયાએ દાવો કર્યો કે, તેમની ફિલ્મ વિરુદ્ધ યુટ્યુબર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને અન્ય લોકો દ્વારા નકારાત્મક પ્રચાર કરાવવામાં આવ્યો. તેમના મતે, સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ખોટી માહિતી શેર કરવામાં આવી અને લોકોને તેને ન જોવાની અપીલ પણ કરવામાં આવી. તેમણે કહ્યું કે, ફિલ્મને દર્શકો સુધી પહોંચવાનો મોકો જ મળ્યો નહીં અને ફિલ્મ જોયા વિના તેના વિશે અભિપ્રાય બનાવવો યોગ્ય નથી. જોકે, તેમણે આ કથિત અભિયાન પાછળ કોઈ વિશેષ વ્યક્તિ કે ટીમનું નામ સીધું લીધું નહીં.

પ્રકાશ મહોબિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાની 'રામાયણ'ની ટીમ પર આ કથિત અભિયાન પાછળ હોવાનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે તેમને તેની ચોક્કસ જાણકારી નથી, પરંતુ તેમને આવું કહેવામાં આવ્યું છે. અભિષેક સિંહના નિર્દેશનમાં બનેલી 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'માં અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મ 25 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. નિર્માતાના મતે, તેઓ તેને એકવાર ફરી મોટા પડદા પર દર્શકો સમક્ષ લાવવાની તૈયારી કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande