
મુંબઈ, નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.)। રિયાલિટી શો 'બિગ બોસ 20' માં પોતાની મનોરંજક હાજરીથી દર્શકોનું ધ્યાન ખેંચી રહેલા કાઝી તૌકીરને લઈને સોશિયલ મીડિયા પર તેમના શો છોડવાની ચર્ચા તેજ બની ગઈ હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીના કારણે તેમણે સલમાન ખાનના શોથી અસ્થાયી દૂરી બનાવી છે. જણાવવામાં આવી રહ્યું હતું કે, કાઝી ડેન્ગ્યુથી પીડિત છે. હવે તેમની ટીમે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને આ ચર્ચાઓ વચ્ચે તેમની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
કાઝીની ટીમ મુજબ, ગાયક છેલ્લા કેટલાક દિવસોથી 'બિગ બોસ 20' દરમિયાન તાવથી ઝઝૂમી રહ્યા છે. ટીમે જણાવ્યું કે, તાજેતરમાં નબળાઈ અનુભવાયા બાદ તેમને મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમની તપાસ કરી. ટીમે સ્પષ્ટ કર્યું કે, કાઝી હજુ પણ શોનો ભાગ છે અને તેમની તબિયતને લઈને શોની ટીમ સાથે સતત સંપર્કમાં છે. આરામ દરમિયાન પણ તેઓ પોતાની ક્ષમતા અનુસાર શોમાં ભાગ લઈ રહ્યા છે અને સાથી સ્પર્ધકો તથા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.
ટીમે પ્રશંસકોને અપીલ કરી કે, તેઓ કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે અને કાઝી માટે પોતાનો પ્રેમ, પ્રાર્થના અને સકારાત્મક ઊર્જા જાળવી રાખે. સાથે જ કહ્યું કે, તેમની તબિયત સંબંધિત જાણકારી સમયાંતરે શેર કરવામાં આવશે. ટીમને આશા છે કે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ કાઝી જલ્દી જ પહેલાની જેમ ઊર્જા અને ઉત્સાહ સાથે જોવા મળશે. 'બિગ બોસ 20' નું પ્રસારણ કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ