
નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે હંમેશની જેમ એક્સ પર મહત્વપૂર્ણ સુભાષિતમ્ શેર કર્યું. તેમણે સુભાષિતમ્ તરીકે આ શ્લોકને ટાંક્યો. ''ज्ञानवांश्च तथा वाग्मी कर्मस्वपि च निष्ठितः। एवं युक्तोऽपि न श्रेयान् यदि शीलविवर्जितः॥''
વડાપ્રધાને આના માધ્યમથી મનુષ્યને શ્રેષ્ઠ બનાવતા ગુણોનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાનના સુભાષિતમ્ નો આ શ્લોક પ્રાચીન ગ્રંથ સમરાંગણસૂત્રધારમાંથી લેવામાં આવ્યો છે. સમરાંગણસૂત્રધાર વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુકલાનો પ્રસિદ્ધ ગ્રંથ છે. વડાપ્રધાન મોદીની એક્સ પોસ્ટમાં તેનો અર્થ ''જે મનુષ્ય જ્ઞાનવાન, વાગ્મી અને કર્મોમાં નિપુણ હોવા સાથે શીલ અને સદાચારથી યુક્ત હોય છે, તે જ સંસારમાં ખરેખર શ્રેષ્ઠ કહેવાય છે.'' એમ જણાવવામાં આવ્યું છે.
સંસ્કૃત ભાષામાં લખાયેલા સમરાંગણસૂત્રધારની રચના ધારના પ્રસિદ્ધ પરમાર રાજા ભોજ (ભોજદેવ) એ 11મી સદીમાં કરી હતી. તેમાં ભવન નિર્માણ, નગર નિયોજન, દુર્ગ (કિલ્લો) નિર્માણ, મૂર્તિકલા, અને અહીં સુધી કે વિવિધ પ્રકારના યંત્રો અને વિમાનોના નિર્માણના સિદ્ધાંતોનું પણ વર્ણન મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ