ઇન્ડી ગઠબંધનની સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ, સીઈસીના રાજીનામા અને એસઆઈઆર પ્રક્રિયાનો વિરોધ, નીતિ આયોગ પાસે રોકવામાં આવ્યું, ઘણા નેતાઓની અટકાયત કરાઈ
નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ''એસઆઈઆર'' પ્રક્રિયાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ સાથે મંગળવારે ''ઇન્ડી'' ગઠબંધનના ઘટક પક્ષોએ સંસદથી ભારત ચૂંટણી પંચના મુખ્યાલય સુધી કૂચ શરૂ કરી છે. દિ
સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલન


નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને 'એસઆઈઆર' પ્રક્રિયાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ સાથે મંગળવારે 'ઇન્ડી' ગઠબંધનના ઘટક પક્ષોએ સંસદથી ભારત ચૂંટણી પંચના મુખ્યાલય સુધી કૂચ શરૂ કરી છે. દિલ્હી પોલીસે આકાશવાણી પાસે ઘણા નેતાઓની અટકાયત કરી છે. રાહુલ ગાંધી આકાશવાણી ભવનની અંદર છે.

સંસદ ભવનના મકર દ્વારથી શરૂ થયેલી આ કૂચને સુરક્ષા દળોએ નીતિ આયોગની કચેરી નજીક બેરિકેડ લગાવીને રોકી દીધી. આગળ વધવાની પરવાનગી ન મળતા, વિપક્ષી સાંસદોએ રસ્તા પર જ બેસીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કર્યું. કૂચમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને વામપંથી પક્ષોના સાંસદોની સાથે-સાથે બીજુ જનતા દળ (બીજેડી) ના સાંસદો પણ સામેલ થયા.

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયો પર કટાક્ષ કરતા મીડિયાને કહ્યું કે, દિલ્હીમાં ભાજપને આટલી મોટી કચેરીઓ બનાવવાની જરૂર જ શું હતી. તેઓ ચૂંટણી પંચની ઓફિસમાં જ એક ફ્લોર લઈ લેતા અને ત્યાંથી જ કામ કરતા તો વધુ સારું થાત. એવું લાગે છે કે પંચની નજરમાં ફક્ત ભાજપના કાર્યકરો જ દેશના નાગરિક અને મતદાર છે. તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશના કુંદરકી, મીરાપુર, અયોધ્યા અને આંબેડકર નગર પેટાચૂંટણીની સાથે-સાથે પશ્ચિમ બંગાળમાં મશીનરીનો દુરુપયોગ કરીને જનાદેશ છીનવી લેવામાં આવ્યો.

અખિલેશે આરોપ લગાવ્યો કે, નંદલાલ નિષાદના નામ પર નકલી હસ્તાક્ષર કરીને ફોર્મ-7 ભરાવવા અને માન્ય મતદારોના નામ કઢાવવાની ઔપચારિક ફરિયાદ છતાં પંચે સંબંધિત અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે 'વન નેશન, વન ઇલેક્શન' પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે, આ વ્યવસ્થા એક જ વારમાં ચૂંટણીમાં હેરાફેરી કરીને પાંચ વર્ષ સુધી સત્તામાં બેરોકટોક ટકી રહેવાનું ષડયંત્ર છે, જેને જનતા સ્વીકારશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande