સની દેઓલ કોર્ટરૂમ ડ્રામા 'ઇક્કા 2' માં પરત ફરશે, અક્ષય ખન્ના બહાર
અભિનેતા સની દેઓલ ફરી એકવાર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ''ઇક્કા'' ની સિક્વલમાં જોવા મળશે. જોકે, આ વખતે અભિનેતા અક્ષય ખન્ના ફિલ્મમાં જોવા મળશે નહીં. આ વર્ષે રજૂ થયેલી ''ઇક્કા'' ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ સની દેઓલ અ
Sunny Deol to return in courtroom drama 'Ikka 2', Akshay Khanna out


અભિનેતા સની દેઓલ ફરી એકવાર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'ઇક્કા' ની સિક્વલમાં જોવા મળશે. જોકે, આ વખતે અભિનેતા અક્ષય ખન્ના ફિલ્મમાં જોવા મળશે નહીં. આ વર્ષે રજૂ થયેલી 'ઇક્કા' ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ સની દેઓલ અને અક્ષય ખન્નાનું લાંબા સમય પછી મોટા પડદા પર એક સાથે આવવું પણ હતું. હવે સિક્વલ વિશે નવી માહિતી સામે આવી છે, જેમાં વાર્તા અને કલાકારો વિશે ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, 'ઇક્કા-2' ની વાર્તા સીધી રીતે પહેલી ફિલ્મની ઘટનાઓને અનુસરશે નહીં. તેના બદલે, આ ફિલ્મ પ્રેક્ષકો સમક્ષ એક નવી કથા સાથે આવશે, જેમાં કેન્દ્રમાં સની દેઓલનું પાત્ર હશે. અહેવાલ છે કે ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે અને લેખન કાર્ય અંતિમ તબક્કામાં છે. નિર્માતાઓ આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના ધરાવે છે.

સની દેઓલ હાલમાં તેના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેઓ આગામી ફિલ્મો 'રામાયણ અને' એન્ટોની માટે તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ અક્ષય ખન્ના પણ તેની તાજેતરની સફળતાઓ પછી નવી ફિલ્મો પસંદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, તે તેના આગામી પ્રોજેક્ટ 'મહાકાલી' સહિત અન્ય ભૂમિકાઓ પર કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં 'ઇક્કા-2' માં સની દેઓલની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે, પરંતુ અક્ષય ખન્ના આ વખતે તેનો ભાગ નહીં હોય.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande