ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ ઓક્ટોબરે
ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ઓક્ટોબર-૨૦૨૬નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21 ઓક્ટોબર,ના બુધવારે સવારે 11 કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે યોજાશે. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ભાવનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી સંભાળશે. તાલુ
ફાઇલ ફોટો


ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ઓક્ટોબર-૨૦૨૬નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21 ઓક્ટોબર,ના બુધવારે સવારે 11 કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે યોજાશે. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ભાવનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી સંભાળશે.

તાલુકા તથા ગ્રામ કક્ષાના પ્રશ્નો અંગેની અરજીઓ કાર્યક્રમ પહેલાં રજૂ કરવાની રહેશે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધિત અરજીઓ બે નકલમાં 17 ઓક્ટોબર સુધીમાં રજાના દિવસો સિવાય સંબંધિત તલાટી કમ મંત્રીને આપી શકાશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજીઓ મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે પોતાના પ્રશ્ન અંગેની અરજી જાતે રૂબરૂ રજૂ કરવાની રહેશે. અરજી સાથે સંબંધિત આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે. અરજદાર દ્વારા એક જ વિષયને લગતા પ્રશ્નની રજૂઆત કરી શકાશે. એક કરતાં વધુ વિષયોને આવરી લેતી રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.

આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સંબંધિત બાબતો સિવાયના પ્રશ્નોની રજૂઆત કરી શકાશે. સામૂહિક રીતે કરવામાં આવતી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે પોતાના પ્રશ્નને લગતી જરૂરી વિગતો અને આધાર-પુરાવા સાથે નિયત સમયમર્યાદામાં અરજી રજૂ કરવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande