ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જન્મદિવસે આજોઠા ખાતે થી કાજલી યાર્ડ સુધી ૫ કિ..મી.'યુથ રન' યોજાઈ
ગીર સોમનાથ01 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ખાતે આજે વહેલી શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ''યુથ રન'' યોજાઈ હતી. આજોઠાની ડી.એમ.બારડ હાઈસ્કૂલ ખાતેથી કાજલી યાર્
આજોઠા ખાતે થી કાજલી યાર્ડ સુધી ૫ કિ..મી.'યુથ રન' યોજાઈ


ગીર સોમનાથ01 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ખાતે આજે વહેલી શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'યુથ રન' યોજાઈ હતી. આજોઠાની ડી.એમ.બારડ હાઈસ્કૂલ ખાતેથી કાજલી યાર્ડ સુધીની ૫ કિ.મી.ની દોડને મંત્રી ડૉ .પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

તાલાલા-સૂત્રાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જન્મ દિવસ નિમિત્તે ભગવાનભાઇ બારડનો યુવાનોને ફિટનેસનો ઉપહાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઇન્ડિયા'ના વિચાર સાથે 'યુથ રન-૨૦૨૬' દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩ હજારથી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ દોડ માત્ર દોડ ન રહેતા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત કરવાનો જે સંકલ્પ કર્યો છે. તેમાં આજના યુવાનોનું પણ યોગદાન રહે તે માટે આ દોડ ઉપયુક્ત બની રહેશે.

આ દોડ શારીરિક તંદુરસ્તી પૂરતી મર્યાદિત ન રહેતા દેશની એકતા, અખંડિતતા, ભાઈચારો અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અગ્રણી અનિલભાઈ જેઠવા, રામીબેન વાજા, રાજવીરસિંહ ઝાલા સહિતના આગેવાનોએ પણ આ દોડમાં જોડાઈને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande