
જૂનાગઢ, 01 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના કેશોદ ST ડેપો ખાતે મધ્યસ્થ કચેરીની સૂચના અનુસાર તથા પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ-88 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દેવા માલમની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, નગરપાલિકાના સદસ્યો, મહિલા મોરચાના સભ્યો અને ST વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ ઉપસ્થિતોએ સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા સાથે સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય દેવા માલમ, મહામંત્રી ભરત કોરિયા, નગરપાલિકાના સદસ્યો, મહિલા મોરચાના સભ્યો તેમજ ST ડેપોના ATI પ્રવીણ ડાંગર, સુરેશભાઈ, સિદ્ધરાજસિંહ, દિલીપ પાઠક સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ST કર્મચારી ધર્મેશ પુરોહિતે પણ સ્વચ્છતા અભિયાન અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. જાહેર પરિવહનના કેન્દ્ર સમાન ST ડેપોમાં સ્વચ્છતા જાળવવી એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે. ત્યારે આવા અભિયાનો દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છતાની ભાવના સતત જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ