બાંગ્લાદેશમાં એનસીપીના મહિલા સાંસદના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો, લાગી આગ
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) દેશમાં ગુરુવારે વહેલી સવારે કુશ્તીયાના દોલતપુર ઉપજિલામાં નેશનલ સિટિઝન પાર્ટી (એનસીપી)ના સાંસદ નુસરત તબસ્સુમના પેતૃક ઘરમાં આગ લાગવાથી પાંચ રૂમ બળીને ખાક થઈ ગયા. પાર્ટીના નેતાઓનો આરોપ છે કે, હુમલાખોરો
એનસીપીના સાંસદ નુસરત તબસ્સુમ અને તેમનો આવાસ


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) દેશમાં ગુરુવારે વહેલી સવારે કુશ્તીયાના દોલતપુર ઉપજિલામાં નેશનલ સિટિઝન પાર્ટી (એનસીપી)ના સાંસદ નુસરત તબસ્સુમના પેતૃક ઘરમાં આગ લાગવાથી પાંચ રૂમ બળીને ખાક થઈ ગયા. પાર્ટીના નેતાઓનો આરોપ છે કે, હુમલાખોરોએ ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ આગ મધરાત બાદ બગોવાન ગામમાં સ્થિત સાંસદના ઘરમાં લાગી હતી.

ઢાકા ટ્રિબ્યુનની રિપોર્ટ અનુસાર, ફાયરમેનોએ રાત્રે લગભગ 1:50 વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ટીનની છતવાળા આ એક માળના ઘરના આઠ રૂમમાંથી પાંચ રૂમ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આગમાં બે બકરાંના પણ મોત થયા હતા. પાર્ટીના નેતાઓનો આરોપ છે કે ઘરને જાણી જોઈને પેટ્રોલ બોમ્બ હુમલાનું નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમણે આના માટે અવામી લીગ સાથે જોડાયેલા લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.

જો કે, પોલીસનું કહેવું છે કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને ન તો આ વાતની પુષ્ટિ થઈ છે કે આગ લગાવવા માટે કોઈ વિસ્ફોટક કે જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભેરામારા સર્કલના વધારાના પોલીસ અધિક્ષક દિલાવર હુસૈને જણાવ્યું કે, આગ લાગવાની માહિતી મળતા જ ફાયરમેન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આગથી ઘરને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે નજીકની તે ત્રણ માળની ઇમારત સુધી ફેલાઈ ન હતી, જ્યાં તબસ્સુમના માતા-પિતા રહે છે.

પોલીસ અધિકારી અનુસાર, પરિવારના સભ્યો સુરક્ષિત છે. એનસીપી મીડિયા સેલે ફેસબુક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે, અવામીના લોકોએ સાંસદના આવાસો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. એનસીપીના પ્રવક્તા આસિફ મહમૂદ સાજિબ ભુઈયાએ એક અલગ ફેસબુક પોસ્ટમાં આરોપ લગાવ્યો કે, ઘરને પેટ્રોલ બોમ્બથી નિશાન બનાવવામાં આવ્યું હતું.

તબસ્સુમ એનસીપીના સંયુક્ત સંયોજક છે અને પાર્ટીની સર્વોચ્ચ નીતિ-નિર્ધારણ એકાઈ, 'પોલિટિકલ કાઉન્સિલ'ના સભ્ય છે. તે 13મી રાષ્ટ્રીય સંસદમાં મહિલાઓ માટેની અનામત બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વધારાના પોલીસ અધિક્ષક દિલાવર હુસૈને જણાવ્યું કે, તપાસકર્તાઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આગ પેટ્રોલ બોમ્બ હુમલાના કારણે લાગી હતી કે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande