મહાકાલના દરબારમાં પહોંચી અભિનેત્રી હંસિકા મોટવાણી, લીધા આશીર્વાદ
ભોપાલ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). અભિનેત્રી હંસિકા મોટવાણી, રવિવારે વહેલી સવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી અને વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરના દર્શન કરી બાબાના આશીર્વાદ લીધા. તેણે નંદી હોલમાં બેસીને ભસ્મ આરતીમાં ભાગ લીધો અને શિખર દર્શન પણ કર્યા
મહાકાલના દરબારમાં પહોંચી અભિનેત્રી હંસિકા મોટવાણી


ભોપાલ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). અભિનેત્રી હંસિકા મોટવાણી, રવિવારે વહેલી સવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી અને વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરના દર્શન કરી બાબાના આશીર્વાદ લીધા. તેણે નંદી હોલમાં બેસીને ભસ્મ આરતીમાં ભાગ લીધો અને શિખર દર્શન પણ કર્યા. મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરતા હંસિકાએ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનો આભાર માન્યો. તેણે પોતાની આ યાત્રાને અત્યંત દિવ્ય અને યાદગાર અનુભવ ગણાવ્યો.

મહાકાલ મંદિરમાં દર્શન કર્યા પછી હંસિકા મોટવાણીએ કહ્યું કે, તે લાંબા સમયથી ઉજ્જૈન આવીને બાબા મહાકાલના દર્શન કરવા ઈચ્છતી હતી. આખરે આ ઈચ્છા પૂરી થઈ. તેણે કહ્યું, “અહીં ખૂબ જ દિવ્ય ઊર્જા છે. ભસ્મ આરતી જોવી અને તેનો અનુભવ કરવો મારા માટે ખાસ રહ્યો.”

અભિનેત્રીએ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓના પણ વખાણ કર્યા. તેણે કહ્યું કે, દર્શન અને ભસ્મ આરતી દરમિયાન પૂરી પ્રક્રિયા સરળ અને વ્યવસ્થિત રહી. આ માટે તેણે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનો આભાર વ્યક્ત કર્યો. દર્શન પછી હંસિકાએ 'જય શ્રી મહાકાલ'નો જયઘોષ કર્યો અને પોતાની ઉજ્જૈન યાત્રાને યાદગાર ગણાવી.

હંસિકા મોટવાણીએ હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તમિલ અને તેલુગુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવીને પોતાની અલગ ઓળખ બનાવી.

હિન્દુસ્થાન સમાચાર / ઉમેદ સિંહ રાવત / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande