
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય તેજીનું વલણ જોવા મળી રહ્યો છે. દેશના મોટાભાગના ઝવેરી બજારમાં સોનું આજે 260 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંઘું થયું છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં આજે પણ સાંકેતિક મજબૂતી નોંધાઈ છે. આ ચમકતી ધાતુ આજે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી મોંઘી થઈ છે.
કિંમતમાં ફેરફાર થવાને કારણે, આજે દેશના મોટાભાગના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,37,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,37,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે. તેવી જ રીતે 22 કેરેટ સોનું આજે 1,26,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,26,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં સામાન્ય તેજી આવવાને કારણે આ ચમકતી ધાતુ દિલ્હી ઝવેરી બજારમાં આજે 1,95,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.
સાપ્તાહિક ધોરણે જોવામાં આવે તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો થવાને કારણે સોનું અને ચાંદી બંને ધાતુઓના ભાવમાં નબળાઈ નોંધાઈ છે. ગયા અઠવાડિયાના વેપારમાં 24 કેરેટ સોનું 5,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ગગડી ગયું. તેવી જ રીતે 22 કેરેટ સોનું સાપ્તાહિક ધોરણે 5,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થયું. ચાંદી પણ નબળા વૈશ્વિક સંકેતોને કારણે ગયા અઠવાડિયાના વેપારમાં ઘટાડા સાથે વેપાર કરતી જોવા મળી હતી. આ રીતે ચાંદીનો ભાવ સાપ્તાહિક ધોરણે 10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ઘટી ગયો.
દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,37,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,26,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,37,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,26,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,37,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,26,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં 24 કેરેટ સોનું આજે 1,37,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર અને 22 કેરેટ સોનું 1,26,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,37,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,26,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,37,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,26,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 1,37,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,26,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,37,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,26,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. ચંદીગઢમાં 24 કેરેટ સોનાની કિંમત 1,37,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,26,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનઉના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,37,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,26,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના ઝવેરી બજારમાં પણ આજે સોનું મોંઘું થયું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 1,37,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે. તેવી જ રીતે આ ત્રણેય શહેરોના ઝવેરી બજારમાં 22 કેરેટ સોનું 1,26,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ