સિંધુદુર્ગ-નવી મુંબઈ વચ્ચે 16 નવેમ્બરથી દરરોજ ઉડાન
મુંબઈ, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને નવી મુંબઈ વચ્ચે 16 નવેમ્બરથી નિયમિત વિમાન સેવા શરૂ થશે. ફ્લાય 91 એરલાઇનની આ સેવા અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે. સિંધુદુર્ગ જિલ્લાના પ્રભારી મંત્રી નિતેશ રાણેએ જણાવ્યું કે, સીધી
સિંધુદુર્ગ જિલ્લાના પ્રભારી મંત્રી નિતેશ રાણે


મુંબઈ, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને નવી મુંબઈ વચ્ચે 16 નવેમ્બરથી નિયમિત વિમાન સેવા શરૂ થશે. ફ્લાય 91 એરલાઇનની આ સેવા અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે. સિંધુદુર્ગ જિલ્લાના પ્રભારી મંત્રી નિતેશ રાણેએ જણાવ્યું કે, સીધી હવાઈ કનેક્ટિવિટીથી જિલ્લામાં પ્રવાસનને વેગ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે.

રાણેએ કહ્યું કે, સિંધુદુર્ગને પ્રવાસન જિલ્લા તરીકે વિકસાવવાના ઉદ્દેશ્યથી 1999માં તત્કાલીન મંત્રી નારાયણ રાણેએ, ચિપી-વેંગુર્લા હવાઈ મથકની પહેલ કરી હતી. શરૂઆતમાં અહીંથી વિમાન સેવાઓ કાર્યરત થઈ હતી, પરંતુ તકનીકી કારણોસર બંધ થઈ ગઈ હતી. હવે હવાઈ મથકને પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવા માટે માર્ગ સંપર્ક, વીજ પુરવઠો અને નાઈટ લેન્ડિંગ જેવી અડચણો દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, વિમાન સેવાને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે રાજ્ય સરકારે વાયેબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ) ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્ણય લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande