પૂંચમાં એલઓસી પર શંકાસ્પદ હિલચાલ, સેનાએ ગોળીબાર કરવો પડ્યો
પૂંચ, 16 નવેમ્બર (હિ.સ.) : જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર જંગલ વિસ્તારમાં સોમવારે શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા બાદ સેનાના જવાનોએ ગોળીબાર શરૂ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાવજિયાન સેક્ટરના કનારી વિસ્તારમાં સરહદી
પૂંચમાં એલઓસી પર શંકાસ્પદ હિલચાલ, સેનાએ ગોળીબાર કરવો પડ્યો


પૂંચ, 16 નવેમ્બર (હિ.સ.) : જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર જંગલ વિસ્તારમાં સોમવારે શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા બાદ સેનાના જવાનોએ ગોળીબાર શરૂ કર્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાવજિયાન સેક્ટરના કનારી વિસ્તારમાં સરહદી સૈનિકોએ બપોરે 1:30 વાગ્યાની આસપાસ કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઇ હતી. તેમણે કહ્યું કે સૈનિકોએ લગભગ બે ડઝન નાના હથિયારોથી ગોળીબાર કર્યો અને પછી સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવસની શરૂઆતની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા અહેવાલો આવ્યા ત્યાં સુધી ચાલુ હતું.

વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande