
કુલગામ, 16 નવેમ્બર (હિ.સ.) : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સોમવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ અથડામણ ગયા અઠવાડિયે જિલ્લાના મીર બજાર વિસ્તારમાં સીઆરપીએફની ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યાના થોડા દિવસો બાદ થઈ છે, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
કાશ્મીર ઝોન પોલીસે આજે સવારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે સીઆરપીએફ ચોકી પર થયેલા હુમલા બાદ એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. કુલગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ જિલ્લાના લારૂ વિસ્તારને ઘેરી લીધા બાદ અથડામણ શરૂ થઈ હતી. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રારંભિક ગોળીબારમાં એક સ્થાનિક સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ ભટ દક્ષિણ કાશ્મીરના લારૂ કુલગામમાં પોલીસ અને અન્ય દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. જોકે, હજુ સુધી આની પુષ્ટિ થઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ