રાજકોટ માર્કેટ યાર્ડમાં 7થી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આગામી તા.૭ નવેમ્બરથી તા.૧૩ નવેમ્બર સુધી દિવાળીના તહેવારો નિમિત્તે સાત દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા આ યાર્ડમાં તહેવારો બ
હાપા યાર્ડમાં મગફળી ખરીદીના તામિલનાડુના વેપારીઓની એન્ટ્રી


રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આગામી તા.૭ નવેમ્બરથી તા.૧૩ નવેમ્બર સુધી દિવાળીના તહેવારો નિમિત્તે સાત દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા આ યાર્ડમાં તહેવારો બાદ તા.૧૪ નવેમ્બરે લાભપંચમના પવિત્ર દિવસે મુહૂર્તના સોદા સાથે વેપાર-રોજગાર રાબેતા મુજબ શરૂ થશે.

માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી મિટિંગમાં દિવાળીની રજાઓ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે સાત દિવસ રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે યાર્ડના ચેરમેન અને સેક્રેટરીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેને માન્ય રાખવામાં આવતા સત્તાવાર પરિપત્ર પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા રજાઓનું ટાઈમટેબલ જાહેર કરાયા બાદ સામાન્ય રીતે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો પણ તેને અનુસરતા હોય છે. આ નિર્ણયને પગલે હવે ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ૩૦ માર્કેટ યાર્ડ દ્વારા પણ દિવાળી વેકેશનની તારીખો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande