વોર્ડ નંબર 9ની શિવનગર સોસાયટીમાં વર્ષો જૂની પાણીની સમસ્યાના ઉકેલ માટે કામગીરીનો પ્રારંભ
ભાવનગર,02 નવેમ્બર (હિ.સ.) ભાવનગર શહેરના વોર્ડ નંબર 9માં આવેલી શિવનગર સોસાયટીના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી સ્થાનિક રહીશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. વર્ષોથી પાણીની પૂરતી સુવિધા ન મળવાને કારણે લોકો
પાણી ની સમસ્યા નો ઉકેલ


ભાવનગર,02 નવેમ્બર (હિ.સ.) ભાવનગર શહેરના વોર્ડ નંબર 9માં આવેલી શિવનગર સોસાયટીના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી સ્થાનિક રહીશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. વર્ષોથી પાણીની પૂરતી સુવિધા ન મળવાને કારણે લોકોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે હવે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શિવનગર સોસાયટીના રહીશોની પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 9ના ચૂંટાયેલા સભ્ય હિતેશભાઈ ચૌહાણે અંગત રસ દાખવી આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. રહીશોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા હેતુથી પાણીની લાઇન સહિતની કામગીરી શરૂ કરાવવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સોસાયટીના રહીશોને વર્ષોથી સતાવતી પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કામગીરીના પ્રારંભ પ્રસંગે હિતેશભાઈ ચૌહાણ, સાગરભાઈ ગુજરીયા અને નિલેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક રહીશોમાં પણ આશા અને આનંદની લાગણી જોવા મળી હતી.

સ્થાનિક વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા આપી લોકોની મૂળભૂત સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં હાથ ધરાયેલા આ પ્રયાસને રહીશો દ્વારા આવકારવામાં આવ્યો છે. પાણી જેવી પાયાની જરૂરિયાતનો પ્રશ્ન ઉકેલાય તે માટે કરવામાં આવેલી આ કામગીરી જનહિતની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે. આવી કામગીરીથી સ્થાનિક રહીશોના રોજિંદા જીવનમાં સરળતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande