વેલિંગટન ટેસ્ટમાં- ભારતની પકડ મજબૂત, ન્યુઝીલેન્ડ સામે વિકેટ બચાવવાનો પડકાર
વેલિંગટન (ન્યુઝીલેન્ડ), નવી દિલ્હી, ૨૨ નવેમ્બર (હિ.સ.) વેલિંગટનના બેસિન રિઝર્વમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની બેટિંગના દમ પર ન્યુઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું છે. પ્રથમ ઇનિંગમાં ૩૫૨ રનની વિશાળ સરસાઈ મેળવ્યા બાદ ભારતીય ટીમે ચ
વેલિંગ્ટન ટેસ્ટ


વેલિંગટન (ન્યુઝીલેન્ડ), નવી દિલ્હી, ૨૨ નવેમ્બર (હિ.સ.) વેલિંગટનના બેસિન રિઝર્વમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની બેટિંગના દમ પર ન્યુઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું છે. પ્રથમ ઇનિંગમાં ૩૫૨ રનની વિશાળ સરસાઈ મેળવ્યા બાદ ભારતીય ટીમે ચોથા દિવસની રમત પૂરી થવા સુધી મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

બીજી ઇનિંગમાં ન્યુઝીલેન્ડે બે વિકેટે ૧૧૯ રન બનાવી લીધા છે, પરંતુ ટીમ હજુ પણ ભારતથી ૨૩૩ રન પાછળ છે. રચિન રવિન્દ્ર ૨૭ રન અને ડેવોન કોનવે ૫૯ રન બનાવીને નોટઆઉટ છે. બંને વચ્ચે અત્યાર સુધી ૫૯ રનની ભાગીદારી થઈ ચૂકી છે. પાંચમા દિવસે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ બચાવવાનો પડકાર હશે, જ્યારે ભારતીય ટીમ, બાકી રહેલી આઠ વિકેટ લઈને જીત નોંધવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

ન્યુઝીલેન્ડને બીજી ઇનિંગમાં કેપ્ટન ટૉમ લાથમ અને હેનરી નિકોલ્સના રૂપમાં, બે ઝટકા લાગ્યા છે. લાથમને ફરી એકવાર ઇનિંગની પહેલી જ ઓવરમાં જસપ્રિત બુમરાહે પવેલિયન મોકલ્યો. લાથમ ખાતું ખોલાવી શક્યા નહીં. વળી, પ્રથમ ઇનિંગમાં નોટઆઉટ ૧૭૫ રન બનાવનાર હેનરી નિકોલ્સ ૩૧ રન બનાવીને આઉટ થયા. તેમને પ્રસીધ કૃષ્ણાએ આઉટ કર્યા.

આ પહેલાં ભારતીય ટીમે ચોથા દિવસે સવારે, ચાર વિકેટે ૪૮૬ રનથી આગળ રમવાનું શરૂ કર્યું. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે, આક્રમક રમત જાળવી રાખી અને સિક્સર ફટકારીને ટેસ્ટ કારકિર્દીની નવમી સદી પૂરી કરી. તેમણે અંશુલ કંબોજ સાથે પાંચમી વિકેટ માટે ૬૮ રન અને ધ્રુવ જુરેલ સાથે છઠ્ઠી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી ભજવી. આ દરમિયાન કંબોજ ૩૮ રન બનાવીને આઉટ થયા, જ્યારે પંત ૧૫૩ બોલમાં ૧૦ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી ૧૨૮ રન બનાવીને પવેલિયન પરત ફર્યા.

જુરેલે પણ શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી. તેમણે વોશિંગ્ટન સુંદર સાથે સાતમી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરી. સુંદર ૨૪ રન બનાવીને આઉટ થયા. ભારતીય ટીમની આઠમી વિકેટ આકાશ દીપના રૂપમાં પડી. તેઓ ૧૩ રન બનાવીને પવેલિયન પરત ફર્યા. વળી જુરેલ ૭૯ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૭૮ રન બનાવીને આઉટ થયા. તેમના આઉટ થતાં જ ભારતીય ટીમે ઇનિંગ જાહેર કરી દીધી. આ પ્રકારે ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે ૭૨૦ રન બનાવ્યા.

પ્રથમ ઇનિંગમાં પંત ઉપરાંત ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલે પણ સદી ફટકારી હતી. તેમણે ૨૯૦ બોલમાં નવ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૧૩૬ રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ ૮૫ રન અને દેવદત્ત પડિક્કલ ૮૦ રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન ગિલ બે રનથી સદી ચૂકી ગયા હતા અને ૯૮ રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે ત્રણ અને રચિન રવિન્દ્રે બે વિકેટ લીધી હતી. મૈટ હેનરી, કાઇલ જેમીસન, જેકોબ ડફી અને નાથન સ્મિથને એક-એક સફળતા મળી હતી.

ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં ૩૬૮ રન બનાવ્યા હતા. એક સમયે યજમાન ટીમે ૭૦ ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, જેના પછી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે માત્ર ઇનિંગ સંભાળી જ નહીં પરંતુ છઠ્ઠી વિકેટ માટે ૨૧૬ રનની ભાગીદારી કરવા સાથે સ્કોર ૩૦૦ રનના પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ગ્લેન ફિલિપ્સ જ્યાં ૧૧૮ રન બનાવીને આઉટ થયા તો વળી નિકોલ્સ ૧૭૫ રન બનાવીને નોટઆઉટ રહ્યા.

ભારતીય ટીમ તરફથી જસપ્રિત બુમરાહે ચાર, આકાશ દીપે ત્રણ વિકેટ, અંશુલ કંબોજે ૨ વિકેટ અને પ્રસીધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande