હોકી : ન્યુઝીલેન્ડ સામે ભારતે સિરીઝ પર કબજો કર્યો, છેલ્લી મેચ 2-2થી ડ્રો
ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ), નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.). ભારતીય પુરુષ હોકી ટીમે, ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની ''ઇન્ડિયા-ન્યુઝીલેન્ડ સેન્ચુરી ઓફ સ્પોર્ટિંગ યુનિટી'' સિરીઝ 1-0થી પોતાના નામ કરી લીધી છે. બંને ટીમો વચ્ચે રવિવારે ઓકલેન્ડના લોયડ એલ્સમોર
મેચ પરિણામ -ફોટો હોકી ઇન્ડિયા


ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ), નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.). ભારતીય પુરુષ હોકી ટીમે, ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની 'ઇન્ડિયા-ન્યુઝીલેન્ડ સેન્ચુરી ઓફ સ્પોર્ટિંગ યુનિટી' સિરીઝ 1-0થી પોતાના નામ કરી લીધી છે. બંને ટીમો વચ્ચે રવિવારે ઓકલેન્ડના લોયડ એલ્સમોર હોકી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 2-2થી ડ્રો રહી હતી.

ભારતીય ટીમે સિરીઝની પહેલી મેચમાં 3-2થી વિજય મેળવ્યો હતો, જ્યારે બાકીની બંને મેચ ડ્રો રહી હતી. છેલ્લા મુકાબલામાં ભારત તરફથી કેપ્ટન સંજય (16મી મિનિટ) અને સેલ્વમ કાર્થી (18મી મિનિટ)એ ગોલ કર્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ડાયલન થોમસ (9મી મિનિટ) અને બેન્જી કુલહેન (55મી મિનિટ)એ ગોલ કર્યા હતા.

ત્રીજી અને છેલ્લી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે આક્રમક શરૂઆત કરી હતી. ટીમને 9મી મિનિટમાં ડાયલન થોમસે પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને 1-0ની સરસાઈ અપાવી હતી. જોકે, ભારતીય ટીમે જલદી જ વાપસી કરી હતી. કેપ્ટન સંજય રાણાએ 16મી મિનિટમાં ગોલ ફટકારીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો.

આના બે મિનિટ પછી જ સેલ્વમ કાર્થીએ 18મી મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. આ પછી ભારતીય ખેલાડીઓએ પોતાની સરસાઈ જાળવી રાખવા માટે મજબૂત રમત દેખાડી હતી.

ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમ સરસાઈ જાળવીને બેઠી હતી. જોકે, મુકાબલો સમાપ્ત થવાના પાંચ મિનિટ પહેલાં એટલે કે 55મી મિનિટમાં બેન્જી કુલહેને ગોલ કરીને ન્યુઝીલેન્ડને 2-2ની બરાબરી પર લાવી દીધું હતું.

છેલ્લી મિનિટોમાં બંને ટીમોએ નિર્ણાયક ગોલ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ કોઈને સફળતા મળી નહીં. અંતે મુકાબલો 2-2થી ડ્રો સમાપ્ત થયો અને ભારતે સિરીઝ 1-0થી પોતાના નામ કરી લીધી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ ત્રણ મેચોની હોકી સિરીઝનું આયોજન બંને દેશોના ખેલ સંબંધોના 100 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande