અનુપમ ખેરનું નવું ગીત 'રામ ભક્ત હનુમાન' રિલીઝ, ભક્તિ અને માનવતાનો સંદેશ આપ્યો
મુંબઈ, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.). અભિનેતા અનુપમ ખેર, હવે એક નવા ભક્તિ ગીત ''રામ ભક્ત હનુમાન''ના માધ્યમથી દર્શકો સમક્ષ આવ્યા છે. વરુણ ગુપ્તાના મેક્સ સ્ટુડિયોઝે આ હિન્દી ઓરિજિનલ ગીત રિલીઝ કર્યું છે. આ ગીત ભગવાન હનુમાનની ભક્તિની સાથે માનવતા, ક
અભિનેતા અનુપમ ખેર-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.). અભિનેતા અનુપમ ખેર, હવે એક નવા ભક્તિ ગીત 'રામ ભક્ત હનુમાન'ના માધ્યમથી દર્શકો સમક્ષ આવ્યા છે. વરુણ ગુપ્તાના મેક્સ સ્ટુડિયોઝે આ હિન્દી ઓરિજિનલ ગીત રિલીઝ કર્યું છે.

આ ગીત ભગવાન હનુમાનની ભક્તિની સાથે માનવતા, કરુણા અને નિસ્વાર્થ સેવાનો સંદેશ આપે છે. તેની ખાસ વાત એ છે કે, તેમાં ઈશ્વરની ઉપસ્થિતિને માત્ર મંદિરો સુધી મર્યાદિત ન રાખતા રોજિંદા સારા કાર્યો અને બીજાઓની મદદ કરવાની ભાવના સાથે જોડવામાં આવી છે.

ગીતમાં અનુપમ ખેરની ઉપસ્થિતિ તેના સંદેશને ખાસ બનાવે છે. તેમનું કહેવું છે કે, જ્યારે વરુણ ગુપ્તાએ તેમને ભલાઈની અંદર ભગવાનને શોધવાનો વિચાર જણાવ્યો, ત્યારે આ વાત તેમના હિલને સ્પર્શી ગઈ. તેમણે ગીતના સંગીત, બોલ અને તનય મિમાનીના અવાજની પણ પ્રશંસા કરી. અનુપમ મુજબ, આ ગીત સંપૂર્ણ ઈમાનદારી અને સાચા ભાવથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમને આશા છે કે, તે શ્રોતાઓના દિલ સુધી પહોંચશે. ગીતને તનય મિમાનીએ પોતાનો અવાજ આપ્યો છે. તેના બોલ લખવાની સાથે તેમણે સંગીત પણ તૈયાર કર્યું છે.

આ ગીતનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન વરુણ ગુપ્તાએ કર્યું છે. 'રામ ભક્ત હનુમાન' હવે યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જ્યારે તેનું ઓડિયો પ્રમુખ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. કામની વાત કરીએ તો, અનુપમ ખેર આ દિવસોમાં ફિલ્મ 'રામાયણ'માં જટાયુની ભૂમિકા અને રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'ને લઈને ચર્ચામાં છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande